Skip to main content
Settings Settings for Dark

આજે વર્લ્ડ ટેલિવિઝન ડે , આજે લોકોના ઘેર ઘેર પહોચ્યુ છે ટેલિવિઝન

Live TV

X
  • 1982 પછી પહેલીવાર દૂરદર્શન 'નેશનલ પ્રોગ્રામ'નો આરંભ થયો હતો

    આજે 21 નવેમ્બરના દિવસને વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે મનાવવામાં આવે છે..યુનાઇટેડ નેશન્સ દ્વારા ઘોષિત કરાયેલો વિશ્વ ટીવી દિવસ, વિવિધ દેશોની સરકારો, સંસ્થાઓ અને જૂથોને, સમાજને અસરકર્તા બનાવો અને ઘટનાઓની નિષ્પક્ષ માહિતીના પ્રસાર-માધ્યમરૂપે ટીવીને વિકસાવવાના પાયાના કાર્યની યાદ અપાવે છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)એ 1936ની સાલમાં વિશ્વની પહેલી ટેલિવિઝન સેવાઓનો આરંભ કર્યો તેના બે દસકાથી થોડો વધુ સમય વીતી ગયો તે પછી એટલે કે 1959ની 15મી સપ્ટેમ્બરે ભારતમાં દિલ્હી ખાતે ટેલિવિઝન સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો..ટેલિવિઝનના ક્ષેત્રના પહેલા 17 વર્ષની વાત કરીએ તો ટેલિવિઝન પ્રસારણની કામગીરી અટકી અટકીને આગળ વધી હતી. એ સમયમાં બ્લેક એન્ડ વ્હાઈટમાં જ ટેલિવિઝનના પ્રોગ્રામોનું પ્રસારણ કરવામાં આવતું હતું. જોકે 1976 સુધીમાં દેશના જુદા જુદા આઠ વિસ્તારોમાં ટેલિવિઝન સ્ટેશન સ્થપાઈ ગયા હતા. 75000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા વિસ્તારમાં વસતા 4.5 કરોડ લોકો સુધી આ પ્રોગ્રામ ત્યારે પહોંચવા માંડ્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયોના જ એક હિસ્સા તરીકે વ્યાપક ટેલિવિઝન સિસ્ટમનો વહીવટ કરવામાં આ તબક્કે ખાસ્સી તકલીફ પણ પડતી હતી. તેથી સરકારે દૂરદર્શનની રચના કરી હતી. દૂરદર્શન એ નેશનલ ટેલિવિઝન નેટવર્ક હતું અને માહિતી અને પ્રસારણ ખાતા હેઠળ કામ કરતું હતું. 1982 પછી પહેલીવાર દૂરદર્શન 'નેશનલ પ્રોગ્રામ'નો આરંભ કરી શક્યું હતું. આ નેશનલ પ્રોગ્રામ દિલ્હીથી તૈયાર કરવામાં આવતા હતા અને દરેક દૂરદર્શન કેન્દ્રો પરથી તે પ્રસારિત કરવામાં આવતા હતા. નવેમ્બર 1982માં ભારતમાં એશિયન ગેમ્સના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે જ સરકારે એશિયન ગેમ્સનાં કલર કવરેજનો આરંભ કર્યો હતો.સબસ્ક્રાઈબર્સની સંખ્યાની દ્રષ્ટિએ જ વાત કરવામાં આવે તો એશિયા પેસિફિક પ્રદેશમાં ભારતનું ટેલિવિઝન માર્કેટ સબસ્ક્રિપ્શન પર આધારિત સૌથી મોટું ટેલિવિઝન માર્કેટ છે. 2020ની સાલ સુધી આ માર્કેટમાં દસ ટકાથી વધુનો વિકાસ દર જળવાઈ રહેશે. વિશ્વના ઘણાં ઓછા દેશોમાં ટેલિવિઝન સેક્ટરનો વિકાસ દર આટલો ઊંચો હોવાનું જોવા મળે છે. જોકે સમય જતાં તેમાં સેચ્યુરેશન લેવલ જોવા મળશે. આ લેવલ આવતા સબસ્ક્રિપ્શનના વધારાની સંખ્યામાં વાર્ષિક ધોરણે ઘટાડો આવતો જોવા મળશે. તેમ છતાંય ટેલિવિઝન સેક્ટરમાં કેબલ ટેલિવિઝનવાળાઓનું વર્ચસ્વ 2020 સુધી જળવાયેલું જ રહેશે. જોકે ડિજિટાઈઝેશનને કારણે દેશના ટેલિવિઝન નેટવર્ક પરથી પ્રોગ્રામ પ્રસારિત કરતી ચેનલ્સની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ ગયો છે. આ ચેનલોની સંખ્યા અત્યારે 800થી વધી ચૂકી છે. આ ચેનલો દેશના 61 ટકા ટેલિવિઝન દર્શકો સુધી પહોચી ચૂકી છે. હજીય તેના વિસ્તરણ માટેનો અવકાશ બહુ જ મોટો હોવાનું જોવા મળી રહ્યું છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply