આણંદ રેલવે સ્ટેશન પર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક શરૂ કરાયુ
Live TV
-
પરિવારથી વિખૂટા પડેલા બાળકોને પરિજનો સાથે કરાવાશે મિલન
રેલ્વે સ્ટેશન ઉપરથી પોતાના પરિવારથી વિખૂટા પડેલાં બાળકો મળી આવતા હોય છે. આવા બાળકોને તેના પરિવાર પાસે પહોંચાડવાના હેતુથી આણંદ રેલ્વે સ્ટેશન ઉપર આણંદ રેલ્વે સ્ટેશન પ્લેટ્ફોમ નંબર -ચાર ઉપર રેલ્વે વિભાગ અને ત્રીભુવનદાસ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે 'ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક' શરૂ કરાયું છે. ડી.આર.એમ. ,, દેવેન્દ્રકુમારના અને ફાઉન્ડેશનના સી.ઈ.ઓ. નિખિલ ખારોટના હસ્તે આ 'ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક' ખુલ્લુ મુકાયું હતું. રેલ્વે પ્લેટફોર્મ પર , જે બાળકો , મા-બાપથી દૂર થયેલા હોય , ઘરેથી ભાગી ગયા હોય ખોવાયેલા હોય તેવા બાળકોને , તેમના પરિવાર સાથે મેળવવા માટે '૧,૦૯૮ હેલ્પ ડેસ્ક' થકી વડોદરા રેલ્વે વિભાગ દ્વારા આ બીજી ચાઇલ્ડ હેલ્પ ડેસ્કની સુવિધા શરુ કરાઇ છે. આગામી દિવસોમા મહત્વપૂર્ણ સ્ટેશનો પર પણ આવા 'ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક' ઉભા કરાશે
