પંચમહાલની દિવ્યાંગ મહિલા સ્વિમીંગ કોચની અદભૂત સંઘર્ષગાથા
Live TV
-
ગોધરા ખાતે સ્વિમિંગ નું પ્રશિક્ષણ આપતા મહિલા કોચ કિરણ ટાંક આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી ચૂક્યા છે
અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો, મન હોય તો માંડવે જવાય જેવી કહેવાતો તો સાંભળી હશે પણ તેને હકીકતમાં બદલતા લોકો આપે ખુબ જ ઓછા જોયા હશે. ત્યારે વિશ્વ મહિલા દિવસની ઉજવણી પર અમે આપને એક એવા વ્યક્તિત્વથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ કે જેણે બંને કહેવતને સાર્થક કરી બતાવી છે અને માટે જ આજે તેમની કહાની દેશની મહિલાઓ માટે પ્રેરણાદાયી બની છે.વિશ્વ મહિલા દિવસે આપણે પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ફરજ બજાવતા એક કોચની વાત કરી રહ્યા છે જે મહિલા તો છે પણ તેની સાથે તેઓ દિવ્યાંગ પણ છે . સ્વિમિંગના જે ગુજરાત રાજ્યના કોચ છે તેઓ ની કહાની સૌ માટે જાણવા લાયક છે કેમકે કિરણ ટાંક નામની મહિલા કોચ પોતે દિવ્યાંગ છે જોકે અહીં કિરણ ટાંક માટે દિવ્યાંગ શબ્દ કદાચ થોડોક અપમાનજનક લાગે માટે કિરણ ટાંક ને ડિસેબલ પર્સન કહી શકાય.
કિરણ ટાંક મૂળ રાજસ્થાન ના વતની છે જેઓ ને બાળપણમાં તાવની આવતા તેની સારવાર દરમિયાન મુકવામાં આવેલા ઈન્જેકશનની આડઅસર થતા ડાબા પગમાં પોલિયો થઇ ગયેલ જેની સારવાર તેમણે કરાવી અને ૫ વર્ષથી વધુ સમય સુધી બેડ રેસ્ટ કર્યા બાદ પોતાના પગને ફરીથી કામ કરતો કરવા માટે અનેક ઓપરેશન પણ કરાવ્યા પણ તેમને તેમાં પણ સફળતા ન મળી અને પોતાનો પગ માત્ર ૪૦% જેટલો જ કામ કરતો થયો ને બાકીનો ભાગ પોલિયો ગ્રસ્ત હોવા છતાં હિંમત હાર્યા વગર નોર્મલ વ્યક્તિ ની જેમ જ અભ્યાસ કર્યો અને ખાસ સ્પોર્ટ્સ માં રસ ધરાવતા કિરણ ટાંકે સ્વિમિંગ માં નિપુણતા મેળવી અને ખુબજ નાની ઉંમર થી અનેક સ્પર્ધાઓ જીતી અને ભારત ,ઓસ્ટ્રેલિયા અને રશિયા માં યોજાયેલ કોમનવેલ્થ ગેમમાં પણ તેઓએ ડિસેબલ ગેમ્સ માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું .કિરણ ટાંક પોતે મૂળ રાજસ્થાનના રાજપૂત પરિવારમાંથી આવે છે ને શરૂઆતમાં તેઓએ સ્વીમીંગની શરૂઆત પોતાના ખેતરમાં રહેલા હોજમાં જ શીખીને કરી અને એજ ક્ષેત્રમાં આગળ વધવાનું મન બનાવ્યું પરંતુ પોતે રાજપૂત સમાજમાંથી આવતા હોઈ તેમને સામાજિક તકલીફોનો પણ સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમના પરિવારના જ સભ્યો અને તેઓની ધગસને લઈને કિરણ ટાંક અત્યાર સુધી માં ૫૦ ઉપરાંત મેડલ મેળવી ચુક્યા છે અને સ્વિમિંગની જે નોર્મલ વ્યક્તિઓ પદવી મેળવે છે જે તેઓએ વિકલાંગ હોવા છતાં મેળવી છે .
ગુજરાત સરકાર નો ખાસ આભાર માનતા કિરણ ટાંક કહે છે કે પોતે દિવ્યાંગ હોવા છતાં તેઓ ને ગુજરાત સરકાર દ્વારા સ્વિમિંગ ના કોચ તરીકે નિયુક્તિ આપી છે અને સાચા અર્થ માં સરકારે દિવ્યાંગ અને એમાં પણ મહિલાની કદર કરી છે . હાલ ગુજરાત રાજ્ય ના મુખ્ય સ્વિમિંગ કોચ તરીકે કિરણ ટાંક સેવા આપી રહ્યા છે એ કોઈ નાનીસુની વાત ના કહેવાય . કિરણ ટાંક પોતે મહિલા છે અને એક પગ થી પોલિયો ગ્રસ્ત હોવા છતાં પોતે અન્ય દિવ્યાંગો તેમજ સમાન્ય વ્યક્તિઓને સ્વિમિંગ સારી રીતે શીખવાડી શકે તેમ છે ત્યારે આવી જીજીવિષા ધરાવનાર દિવ્યાંગને સાચા અર્થ માં દિવ્યંગઃ અને ડિસેબલ પણ કહેવું કદાચ અતિશયોક્તિ ભરેલ કહેવાશે પણ કિરણ અન્ય દીવ્યાંગો જે પોતે પોતાની દિવ્યાંગતાથી નિરાશ થઇ બેઠા છે તેઓ ના માટે પ્રેરણા રૂપ છે .કિરણ ટાંક પોતે પોતાને ડિસેબલ માનતા જ નથી બચપણ માં પોલિયો ગ્રસ્ત થવા થી એક પગ ગુમાવનાર કિરણ આજે જયારે ચાલે છે ત્યારે સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓ કેટલા તકલીફ માં છે પણ મજબૂત મનોબળ ધરાવનાર કિરણ ટાંક પોતાના માટે સ્વિમિંગ ની કોઈ પરીક્ષા માં ડિસેબલ માનતા જ નહોતા અને ડિસેબલ કેટેગરી માં નહીં સામાન્ય કેટેગરી માંજ સ્પર્ધા માં ભાગ લઇ જીત મેળવતા ગયા અને આજે તેઓ કોચ તરીકે સેવા આપે છે
