Skip to main content
Settings Settings for Dark

એશિયા કપઃ આજે સુપર 4ની બીજી મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે

Live TV

X
  • દુબઈમાં એશિયા કપ T20 ક્રિકેટની બીજી સુપર 4 મેચમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે.

    આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચેનો આ બીજો મુકાબલો હશે. ગયા અઠવાડિયે ગ્રૂપ-સ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાન પર સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આજની મેચનો વિજેતા ફાઇનલ માટે દાવેદાર રહેશે.

    ગઈકાલે રાત્રે સુપર ફોરની પહેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને ચાર વિકેટથી હરાવ્યું. શ્રીલંકાના 169 રનના લક્ષ્યાંકનો જવાબ આપતા બાંગ્લાદેશે એક બોલ બાકી રહેતા છ વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 168 રન નોંધાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply