Skip to main content
Settings Settings for Dark

World Cup 2023: ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયાએ જીત્યો વર્લ્ડ કપ, વિરાટ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ

Live TV

X
  • અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટ હરાવ્યું હતું.

    ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત સારી રહી હતી. જ્યાં રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જો કે, શુભમન ગિલ માત્ર 4 રનમાં જ આઉટ થઈ ગયો હતો. શ્રેયસ ઐયર પણ 4 રનમાં આઉટ થયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી અને કે.એલ રાહુલએ મેચ સંભાળી હતી. કોહલીએ 54 રન અને કે. એલ રાહુલે 66 રનની મહત્વની ઈનિંગ રમી હતી. 

    જો કે, ત્યાર બાદ સતત ભારતની વિકેટ પડતી રહી હતી. જેમાં જાડેજાએ 9 રન, સુર્યકુમાર યાદવે 18 રન, શામીએ 6, બુમરાહે 1, કુલદિપે 10 અને સિરાજે 9 રન બનાવ્યા હતા. આમ ભારતીય ટીમે 50 ઓવરના અંતે 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરોમાં મિચેલ સ્ટાર્કે 3, હેઝલવુડ અને કમિન્સે 2-2 , અને મેક્સવેલ - ઝેમ્પાએ 1-1 વિકેટ ઝડપી હતી.

    241 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરુઆત ખરાબ રહી હતી. ડેવિડ વોર્નર અને મિચેલ માર્શ અનુક્રમે 7 અને 15 રન બનાવીને આઉટ થઈ હતા. સ્ટીવ સ્મિથ પણ 4 રન બનાવીને આઉટ થયો. જો કે, ટ્રેવિડ હેડ અને માર્નસ લાબુશેને શાનદાર બેટિંગ કરીને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. હેડે 120 બોલમાં 137 રન અને લાબુશેન 58 રન બનાવીને અણનમ રહ્યો હતો. મેક્સવેલે 2 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં જ 241 રનનો ટાર્ગેટ પુર્ણ કરીને વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીતી લીધી હતી. 

    ભારત તરફથી બુમરાહે 2, મોહમ્મદ શમી અને સિરાજે 1-1 વિકેટ ઝડપી હતી. મેચ પુર્ણ થયા બાદ વિરાટ કોહલીને વર્લ્ડ કપની ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન બાદ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરાયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply