Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં ગન કલ્ચર પર અંકુશ મૂકવા અત્યાર સુધીની સૌથી વિશાળ રેલી યોજાઈ

Live TV

X
  • સમગ્ર અમેરિકામાં હથિયારો પર આકરા નિયંત્રણ મૂકવાની માગણી સાથે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. માર્ચ ફોર અવર લાઇવ્સ બેનર હેઠળ મોટી સંખ્યામાં લોકો આ દેખાવોમાં ભાગ લઈ રહ્યા છે. ગત મહિને ફ્લોરિડાની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના હતી જેમાં 17 લોકોના મોત નિપજ્યાં હતા.

    અમેરિકામાં ગન કલ્ચર પર નિયંત્રણ મૂકવાની માગણીને લઈને લંડન, એડિનબરો, જીનેવા, સિડની અને ટોકિયોમાં પણ દેખાવો થઈ રહ્યા છે. દેખાવકારો આ આંદોલન દ્વારા હથિયારોના વેચાણ પર નિયંત્રણ મૂકવા માટે નેતા પર દબાણ લાવવા માગે છે. હાલમાં જ માર્ચના પ્રારંભમાં 9 વર્ષના બાળકો ગોળીબાર કરીને પોતાની સગી બહેનને મારી નાખી હતી. જ્યારે અલાબામાં એક વિદ્યાર્થીએ કરેલા ગોળીબારમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું. 
    અગાઉ ફેબ્રુઆરીમાં ફ્લોરિડામાં થયેલા ગોળીબારમાં 17ના મોત થયાં હતા. ગત વર્ષે મ્યુઝિક કોન્સર્ટમાં એક વ્યક્તિએ કરેલા ગોળીબારમાં 59 લોકોના મોત નિપજ્યાં હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply