Skip to main content
Settings Settings for Dark

અમેરિકા- ઇરાન વચ્ચે તણાવ યથાવત્ રહેતા શેરબજાર રેડ ઝોનમાં

Live TV

X
  • અમેરિકા- ઇરાન વચ્ચે તણાવ યથાવત્ રહેતા શેરબજાર રેડ ઝોનમાં

    વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે તેની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા છે. કારોબારની શરૂઆતમાં જ સેન્સેક્સ 100 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જે હાલમાં 150 પોઇન્ટના ઘટાડા સાથે 77000ની સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઇન્ટ ઘટીને 24000 ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.

    બજારની મુખ્ય હલચલ અને આંકડાઓ:

    વૈશ્વિક અનિશ્ચિતતા અને સેન્ટિમેન્ટ નબળું હોવાને કારણે આજે આઈટી ક્ષેત્રના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે અને તે દબાણ હેઠળ છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની વ્યાપક અસર ઊર્જા બજાર પર પડી છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધીને 90 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયા છે.

    વિદેશી ભંડોળના પ્રવાહ અને વૈશ્વિક દબાણને કારણે ડોલર સામે ભારતીય રૂપિયો 3 પૈસા નબળો પડીને 95.36 ની સપાટી પર ખુલ્યો હતો.

    બજારના નિષ્ણાતોના મતે, જ્યાં સુધી ભૌગોલિક રાજકીય તણાવ ઓછો નહીં થાય ત્યાં સુધી બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી શકે છે. રોકાણકારો હાલ વૈશ્વિક ઘટનાક્રમ પર ખાસ નજર રાખી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply