આંતરરાષ્ટ્રીય
Live TV
-

-

-

-

યમનમાં યુદ્ધથી 40 લોકોના મોત, લાખો લોકો વિસ્થાપિત થયા
15-09-2026 | 11:38 am
સંયુક્ત રાષ્ટ્ર (UN) ના માનવાધિકાર અહેવાલ અનુસાર, યેમેનમાં ચાલી રહેલી હિંસક શત્રુતા અને ભીષણ યુદ્ધને કારણે લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે, જેનાથી નાગરિકોના જાનમાલનું નુકસાન થવાની સાથે રાહત કાર્યો પર ભારે દબાણ વધી ગયું છે.
-

ઓમાનમાં યોજાનારી ઈરાન અને ખાડી દેશોની હાઈ લેવલ બેઠક હાલ પૂરતી મુલતવી
15-09-2026 | 8:34 am
ઓમાનના સલાલાહ શહેરમાં યોજાનારી ઈરાન અને ખાડી દેશોના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ ક્ષેત્રીય બેઠક હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. ઓમાનના વિદેશ મંત્રી સૈયદ બદર બિન હમદ અલ બુસૈદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપતા જણાવ્યું હતું કે, તમામ પક્ષો વચ્ચે પરસ્પર સંમતિ અને સદ્ભાવના જાળવી રાખવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે.
-

-

ઇન્ડોનેશિયામાં દરિયાઈ હોનારત: 243 મુસાફરો સાથેનું જહાજ જાવા સાગરમાં ગુમ
13-09-2026 | 11:54 am
ઇન્ડોનેશિયાના જાવા સાગરમાં રવિવારે એક મોટી દરિયાઈ દુર્ઘટનાના એંધાણ સાંપડ્યા છે. 243 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને જઈ રહેલું 'વર્ગો ટ્રાન્સપોર્ટ-8' નામનું જહાજ અચાનક લાપતા થઈ ગયું છે. આ જહાજે શનિવારે સવારે સુરાબાયાથી બાંજારમાસિન જવા પ્રસ્થાન કર્યું હતું, પરંતુ મુસાફરી દરમિયાન દરિયામાં તેનો સંપર્ક તૂટી ગયો હતો. ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સી (બસારનાસ) દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પાયે શોધોપચાર (SAR) ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
-

ઈરાન અને ઓમાન વચ્ચે નવા દરિયાઈ માર્ગો અંગે કરાર, ગલ્ફ દેશોની બેઠકમાં લેવાશે નિર્ણય
13-09-2026 | 7:57 am
ઈરાનના અધિકારીઓએ માહિતી આપી છે કે ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મોઝ સ્ટ્રેટ માટે નવા પ્રવેશ અને નિકાસ માર્ગોની રૂપરેખા પર સંમતિ સધાઈ છે. બંને દેશો સોમવારે મસ્કટ ખાતે યોજાનારી પ્રાદેશિક બેઠકમાં ગલ્ફ દેશોને આ વાટાઘાટોના પરિણામો વિશે માહિતગાર કરશે.
-

PM મોદી-અબી અહેમદની દ્વિપક્ષીય બેઠક, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પર ભાર
12-09-2026 | 4:48 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે 18મા બ્રિક્સ શિખર સંમેલનથી અલગ ઇથિયોપિયાના વડાપ્રધાન ડૉ. અબી અહેમદ અલી સાથે દ્વિપક્ષીય બેઠક કરી.
-

-

-

-

અમેરિકાએ મધદરિયે ઈરાનના 5 ઓઈલ ટેન્કરો પર કર્યો હુમલો
09-09-2026 | 8:48 am
યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા અમેરિકી યુદ્ધ જહાજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યા બાદ, અમેરિકી સૈન્યએ જવાબી કાર્યવાહી કરીને ઈરાનના ૫ ક્રૂડ ઓઈલ ટેન્કરોને નષ્ટ કરી દીધા છે. ચાર દિવસમાં ઈરાની ટેન્કરો પર અમેરિકા દ્વારા આ બીજો મોટો હુમલો છે.
-

ઈરાનનો જોર્ડનમાં આવેલા અમેરિકી એરબેઝ પર ભીષણ મિસાઈલ હુમલો
09-09-2026 | 8:43 am
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બુધવારે વહેલી સવારે જાહેરાત કરી છે કે તેના એરોસ્પેસ દળોએ જોર્ડનમાં આવેલા એક અમેરિકી એરબેઝ પર ભીષણ હુમલો કર્યો છે. અમેરિકા દ્વારા ઈરાની ઓઈલ ટેન્કરો પર કરવામાં આવેલા "આક્રમક" હુમલાઓના બદલારૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો IRGC દ્વારા કરવામાં આવ્યો છે.
-

રશિયા-યુક્રેન વચ્ચે ફરી શરૂ થઈ શકે છે શાંતિવાર્તા, UN વડાએ વ્યક્ત કરી આશા
09-09-2026 | 11:42 am
તાજેતરના કૂટનીતિક પ્રયાસોથી પ્રોત્સાહિત થઈને, સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યુક્રેન અને રશિયા વચ્ચે ફરીથી શાંતિ વાર્તા શરૂ થવાની આશા વ્યક્ત કરી છે. યુએન વડાના પ્રવક્તા સ્ટેફને ડુજારિકે મંગળવારે યોજાયેલી દૈનિક પ્રેસ બ્રીફિંગમાં આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે.
-

ભારત-જાપાન વચ્ચે ‘વીર ગાર્ડિયન-2026’ દ્વિપક્ષીય હવાઈ કવાયત યોજાશે
08-09-2026 | 7:25 pm
જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે 9થી 22 સપ્ટેમ્બર દરમિયાન કવાયત; તેજસ, સુખોઈ-30 MKI અને રાફેલ સાથે જાપાનના F-2A ફાઈટર એરક્રાફ્ટ ભાગ લેશે
-

'લાલા' વાવાઝોડાના વિનાશ બાદ હવાઈ પર હવે 'લોવેલ'ની આફત મંડરાઈ
08-09-2026 | 11:17 am
અમેરિકાના હવાઈ ટાપુઓ પર એક પછી એક આવી રહેલા કુદરતી કોપ વચ્ચે હવે 'હરિકેન લોવેલ' (Hurricane Lowell) એ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. પશ્ચિમી હવાઈ ટાપુઓ તરફ ઝડપથી આગળ વધી રહેલા આ ચક્રવાતને પગલે યુએસ નેશનલ વેધર સર્વિસ (NWS) અને નેશનલ હરિકેન સેન્ટર (NHC) દ્વારા ઈમરજન્સી હરિકેન વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 'ઓઆહુ' (Oahu) ટાપુ પર ટ્રોપિકલ સ્ટોર્મ વોર્નિંગ પણ લાગુ કરી દેવાઈ છે.
-

યમનમાં હૂથી નિયંત્રિત જેલ પર સાઉદી ગઠબંધનને વિનાશક એરસ્ટ્રાઈક કરી
08-09-2026 | 11:12 am
ઉત્તરી યમનના હૂથી બળવાખોરોના કબજા હેઠળના અલ-જૌફ પ્રાંતમાં એક જેલ પર થયેલા વિનાશક એરસ્ટ્રાઈકમાં બાળક સહિત ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને અન્ય 7 લોકો ગંભીર રીતે ઘવાયા છે. હૂથી સંચાલિત 'અલ-મસીરા' ટીવીના અહેવાલ મુજબ, આ હવાઈ હુમલો સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધન દ્વારા કરવામાં આવ્યો છે.
-

ભારતીય આઈટી વ્યાવસાયિકો માટે આંચકો, H-1B વિઝા મોંઘા કરવાના મૂડમાં ટ્રમ્પ
08-09-2026 | 11:08 am
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેબર ડે પ્રસંગે આપેલા પોતાના સંદેશામાં અમેરિકી નાગરિકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની દિશામાં એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે H-1B વિઝા પિટિશન પર નવી જંગી ફી લાદવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે, જેથી અમેરિકી કંપનીઓ વિદેશી ક્ષમતા તરફ જોતા પહેલા સ્થાનિક વર્કર્સમાં રોકાણ કરે.
-

ભારતીય અધિકારીઓને ફસાવવા ISIની સાયકોલોજિસ્ટ્સની ફોજ મેદાનમાં
08-09-2026 | 10:57 am
નવી દિલ્હી: ભારતીય અધિકારીઓને ટાર્ગેટ કરવા માટે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI એ પોતાની હની-ટ્રેપ મોડસ ઓપરેન્ડીમાં મોટો અને ખતરનાક બદલાવ કર્યો છે. હવે નાણાં કે ધમકી આપવાને બદલે ISI અધિકારીઓના મન અને માનસિક નબળાઈઓ સાથે ખેલી રહી છે. સંવેદનશીલ માહિતી ધરાવતા ભારતીય અધિકારીઓને પોતાની જાળમાં ફસાવવા માટે ISI એ ખાસ તાલીમબદ્ધ મનોવૈજ્ઞાનિકોની ભરતી શરૂ કરી છે.
-

રક્ષામંત્રી રાજનાથસિંહ શ્રીલંકાના પ્રવાસે, દરિયાઈ સુરક્ષા પર થશે મંથન
08-09-2026 | 11:52 am
ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી શ્રીલંકાના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે છે. ભારત-શ્રીલંકા વચ્ચેના દરિયાઈ અને સંરક્ષણ સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 38 વર્ષમાં ભારતના કોઈ રક્ષામંત્રીનો આ પ્રથમ શ્રીલંકા પ્રવાસ છે. આ પહેલાં વર્ષ 1988માં તત્કાલીન રક્ષામંત્રી કે.સી. પંતે શ્રીલંકાની મુલાકાત લીધી હતી.
-

અમેરિકા અને ભારત વચ્ચે આર્થિક ભાગીદારી મજબૂત બની રહી છે: અમેરિકી રાજદૂત સર્જિયો ગોર
07-09-2026 | 12:07 pm
ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે સોમવારે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. તેમણે આ બાબતે અમેરિકી કંપનીઓને ભારતમાં રહેલી વ્યાપારિક તકો વિશે માહિતગાર કરી છે.
-

અમેરિકામાં વિમાન દુર્ઘટના, માયામીમાં એમેઝોનનું કાર્ગો પ્લેન રનવે પરથી લપસતાં 5નાં મોત
07-09-2026 | 8:06 am
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલ માયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. પ્યુઅર્ટો રિકોના સાન જુઆનથી આવેલું એમેઝોનનું બોઇંગ 767-300 કાર્ગો પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી લપસી જતાં ક્રેશ થયું હતું. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
-

-

-

યુએસ સેન્ટકોમનો ઈરાની તેલ ટેન્કર પર હુમલો કર્યાનો દાવો કર્યો, ઓમાનના અખાતમાં જહાજ ડૂબ્યું
06-09-2026 | 9:59 am
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુએસ સૈન્ય દ્વારા ઈરાનના એક તેલ ટેન્કર પર સચોટ હુમલો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ઈરાનનું એમ/ટી કાઈલો નામનું જહાજ સંપૂર્ણપણે નાશ પામીને દરિયાની તળિયે ગરકાવ થઈ ગયું છે.
-

પશ્ચિમ ઇરાનમાં ટેન્કરમાં ભીષણ વિસ્ફોટથી 11નાં મોત, અનેક વાહનો બળીને ખાખ
06-09-2026 | 8:10 am
પશ્ચિમ ઇરાનમાં શનિવારે એક માર્ગ અકસ્માત બાદ ફ્યુઅલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ થતાં 11 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘવાયાસ છે. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આસપાસથી પસાર થઈ રહેલાં અનેક વાહનો પણ તેની લપેટમાં આવી જતાં આગ પકડી લીધી હતી.
-

-

-

ઈરાન મુદ્દે અમેરિકાનો કડક સંદેશ, મદદ કરનાર દેશો સામે પણ કાર્યવાહી: માર્કો રુબિયો
03-09-2026 | 10:55 am
ભારત અને ઈરાન વચ્ચે કોઈ નવા વેપાર કરારની શક્યતાને નકારી કાઢી છે.
-

નેપાળમાં વિનાશક પૂરથી મૃત્યુઆંક 1,127 પર પહોંચ્યો, 4,858 લોકો હજુ લાપતા
02-09-2026 | 11:15 am
નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર તરફથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે
-

નેપાળમાં વિનાશક પૂરથી તબાહી, મૃત્યુઆંક 900 ને વટાવી ગયો; 4,247 લોકો હજુ પણ ગુમ
31-08-2026 | 5:44 pm
નેપાળમાં વિનાશક પૂરમાં મૃત્યુઆંક 900 ને વટાવી ગયો છે. રાહત અને બચાવ કામગીરી મૃતદેહોને બહાર કાઢવાનું ચાલુ રાખે છે. અનેક જિલ્લાઓમાં નદી કિનારાઓમાંથી મૃતદેહો મળી આવ્યા છે.
-

ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા પર ભાર, નાણાં મંત્રીએ કહ્યું કે રોકાણ અને નવીનતા મહત્વપૂર્ણ
31-08-2026 | 12:03 pm
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત ઝડપથી ટેકનોલોજી, નવીનતા અને વૈશ્વિક ઉત્પાદન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને વૈશ્વિક કંપનીઓ માટે વિશાળ તકો પ્રદાન કરે છે...
-

અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની રોકેટ લોન્ચર્સ પર હુમલો કર્યો
31-08-2026 | 10:18 am
રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના દળોને હોર્મુઝ સ્ટ્રેટમાં રોકેટ ફાયર કરવાની અને દરિયાઈ માઇન્સ નાખવાની તૈયારી કરતા જોવા મળ્યા હતા. US સૈન્યએ ગયા અઠવાડિયે જ સ્ટ્રેટના આંતરરાષ્ટ્રીય શિપિંગ લેનમાંથી માઇનિંગ દૂર કરવાનું પૂર્ણ કર્યું હતું
-

-

-

તાશ્કંદમાં યોગ સત્રમાં સામેલ થયા PM મોદી, સહભાગીઓ સાથે પણ કરી મુલાકાત
30-08-2026 | 1:16 pm
એરપોર્ટ પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ પ્રધાનમંત્રી મોદીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવનો આભાર માન્યો હતો...
-

ભારતીય ડાયસ્પોરા ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે જીવંત સેતુ છે: PM મોદી
30-08-2026 | 12:45 pm
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભારતીય અને ઉઝબેક પરંપરાઓનું સુંદર મિશ્રણ દર્શાવવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે, બંને દેશોના લોકો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધો દ્વિપક્ષીય મિત્રતાને વધુ ગાઢ બનાવી રહ્યા...
-

ઉઝબેકિસ્તાનમાં ભારતીય સાંસ્કૃતિનો પ્રભાવ જોવા મળ્યો, PMની સામે કલાકારો પરફોર્મ કરવા માટે ઉત્સાહિત
30-08-2026 | 12:54 pm
ભારત અને ઉઝબેકિસ્તાનના સહિયારા સાંસ્કૃતિક વારસા અને બંને દેશો વચ્ચેની મિત્રતાનું પ્રદર્શન કર્યું...આ ખાસ પ્રસંગ અંગે ઉત્સાહ અને ગર્વ વ્યક્ત કરાયો...
-

PM મોદીએ યાંગી ઉઝબેકિસ્તાન પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી, સમૃદ્ધ ઇતિહાસ-વારસાને શ્રદ્ધાંજલિ
30-08-2026 | 1:17 pm
રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે એરપોર્ટ પર PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉઝબેક રાષ્ટ્રપતિના ખાસ સ્વાગત બદલ આભાર માન્યો
