Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં વિમાન દુર્ઘટના, માયામીમાં એમેઝોનનું કાર્ગો પ્લેન રનવે પરથી લપસતાં 5નાં મોત

Live TV

X
  • અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલ માયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. પ્યુઅર્ટો રિકોના સાન જુઆનથી આવેલું એમેઝોનનું બોઇંગ 767-300 કાર્ગો પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી લપસી જતાં ક્રેશ થયું હતું. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

    માયામી-ડેડ કાઉન્ટીના શેરિફ રોઝી કોર્ડેરો-સ્ટુટ્ઝના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રવિવારે સ્થાનિક સમય મુજબ બપોરે 1:58 વાગ્યે થયો હતો. ઘટનાને પગલે એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી અને આકાશમાં કાળા ડિબંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. માયામી-ડેડ ફાયર રેસ્ક્યૂના 60થી વધુ યુનિટ્સ અને લગભગ 200 ફાયર ફાઇટર્સે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. .

    કેલિફોર્નિયાના ફ્રેસ્નોમાં નાનું વિમાન ક્રેશ, 2 બાળકોના મોત
    અન્ય એક દુર્ઘટનામાં, કેલિફોર્નિયાના ફ્રેસ્નો શહેરમાં શનિવારે એક સિંગલ-એન્જિન નાનું વિમાન સેન જોઆક્વિન નદીના કાંઠે ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં કુલ ચાર લોકો સવાર હતા. ઘટનાસ્થળે જ 2 બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા 2 વયસ્કોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવતાં નજીકના ઘરો સુધી આગ ફેલાતા અટકી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply