Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં વિનાશક પૂરથી મૃત્યુઆંક 1,127 પર પહોંચ્યો, 4,858 લોકો હજુ લાપતા

Live TV

X
  • નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર તરફથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે

    નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1,127 થયો છે. આ કુદરતી આપત્તિના એક સપ્તાહ બાદ પણ બચાવ અને રાહતકર્મીઓ હજારો લાપતા લોકોની શોધખોળ કરી રહ્યા છે. નેપાળ પોલીસ અનુસાર, ચિતવનમાંથી 348, નવલપરાસી પૂર્વમાંથી 217, નવલપરાસી પશ્ચિમમાંથી 190 અને નુવાકોટમાંથી 155 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ગોરખામાંથી 66, ધાદિંગમાંથી 59, રસુવામાંથી 45 અને તનાહૂંમાંથી 38 મૃતદેહ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 1,113 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ અને કાયદેસરની ઓળખ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 95 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે. લાપતા સ્વજનોની ઓળખમાં પરિવારોને મદદ મળે તે માટે 911 અજાણ્યા મૃતદેહોની વિગતો નેપાળ પોલીસની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.

    બચાવ કામગીરી દરમિયાન સુરક્ષા દળોએ અત્યાર સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 6,541 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, હજુ પણ 4,858 લોકો લાપતા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં 7,912 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાંથી પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવા, કાટમાળના કારણે બંધ થયેલા રસ્તાઓ ખુલ્લા કરવા તેમજ સ્થાનિક પ્રશાસન અને લોકો સાથે મળીને રાહત-બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે. 26 ઓગસ્ટે નેપાળ-તિબેટ સરહદ નજીક બરફ અને ખડકો ધસી પડવા અથવા હિમસ્ખલનના કારણે અચાનક પૂર આવ્યું હતું. પૂરના કારણે ઉત્તર અને મધ્ય નેપાળના અનેક શહેરો તથા ગામોમાં ભારે વિનાશ સર્જ્યો હતો.

    નેપાળમાં ભારે વરસાદથી 3 નદીઓમાં પૂરનું જોખમ

    નેપાળના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ બાદ ત્રણ મોટી નદીઓનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું છે. જેને પગલે અધિકારીઓએ દેશના મધ્ય, પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં સિંધુલી જિલ્લામાં સુન કોશી નદી, ગોરખા જિલ્લામાં બૂઢી ગંડકી નદી અને ડડેલધુરા જિલ્લામાં મહાકાલી નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર નોંધાયું છે. લમજુંગ જિલ્લામાં માર્સ્યાંગદી નદીનું જળસ્તર  ભુકુંડેબેસી જળસ્તર મોનિટરિંગ સેન્ટર પર ભયજનક સપાટીથી ઉપર નોંધાયું હતું, જેના કારણે પૂરનું જોખમ વધ્યું છે. નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર તરફથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે અને પાણીનું સ્તર વધુ વધે તો લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળઓ સ્થળાંતર કરવાનું જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
apply