આજે ચૂંટણી પરિણામના દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો
Live TV
-
આજે ચૂંટણી પરિણામોના દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. સવારથી જ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ હાલમાં 2100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 74,313.70 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
તે જ સમયે, નિફ્ટી 400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 22,808.40 ના સ્તર પર છે. બજારમાં ઘટાડા વચ્ચે અદાણી ગ્રુપના શેરમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ, સોમવારે ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે, એક્ઝિટ પોલમાં NDA પ્રચંડ બહુમતી સાથે પુનરાગમનની અપેક્ષાઓને કારણે બજારમાં બમ્પર રેલી જોવા મળી હતી. માર્કેટ રેકોર્ડ સ્પીડ સાથે ખુલ્યું. પરંતુ આજે સવારથી બજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
