આર્થિક વિકાસ, રોકાણ અને રોજગાર વધારવા માટે 2 નવી કેબિનેટ કમિટીની રચના
Live TV
-
પાંચ સભ્યોની બનેલી કેબિનેટ કમિટીમાં ગૃહમંત્રી અમિતશાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને રેલ મંત્રી પિયૂષ ગોયલને સામેલ કર્યાં છે.
દેશમાં વિકાસની ગતિ ઝડપી બનાવવા અને રોજગારની તકો વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 મોટા નિર્ણય કર્યાં છે. સરકારે આર્થિક વિકાસ, રોકાણ અને રોજગાર વધારવા માટે 2 નવી કેબિનેટ કમિટીની રચનાની જાહેરાત કરી છે. પાંચ સભ્યોની બનેલી કેબિનેટ કમિટીમાં ગૃહમંત્રી અમિતશાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને રેલ મંત્રી પિયૂષ ગોયલને સામેલ કર્યાં છે. રોજગાર અને કૌશલ વિકાસ પર એક વધુ કેબિનેટ કમિટી બનાવાઈ છે. જેમાં અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયૂષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર, રમેશ પોખરિયાલ, ધર્મેન્દ્ર પ્રધાન, ડો. મહેન્દ્રનાથ પાંડે, સંતોષકુમાર ગંગવાર અને હરદિપસિંહ પુરી સામેલ છે.
