ઉતાર-ચઢાવ વચ્ચે શેરબજારમાં સતત ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીએ ઉછાળો નોંધાવ્યો
Live TV
-
સ્થાનિક શેરબજારમાં આજે પ્રારંભીક કારોબાર દરમિયાન સતત વોલેટાલિટી જોવા મળી રહી છે. આ વધઘટ હોવા છતાં સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં રહ્યા છે. ટ્રેડીંગના પ્રથમ એક કલાક બાદ સેન્સેક્સ 0.31 ટકા અને નિફ્ટી 0.26 ટકાના વધારા સાથે ટ્રોન્ડ કરી રહ્યા હતા.
શરૂઆતના એક કલાકના ટ્રેડિંગ દરમિયાન શેરબજારના મોટા શેરોમાં એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેન્ક, બ્રિટાનિયા અને હીરો મોટોકોર્પના શેર 1.78 ટકાથી 0.85 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ બીપીસીએલ, એચસીએલ ટેક્નોલોજી, અદાણી પોર્ટ્સ, એશિયન પેઇન્ટ્સ અને બજાજ ફિનસર્વના શેર 0.80 ટકાથી 0.55 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
BSE સેન્સેક્સ આજે 188.11 પોઈન્ટના ઉછાળા સાથે 77,529.19 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. ટ્રેડિંગની શરૂઆતથી જ ખરીદદારો અને વિક્રેતાઓએ એકબીજા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ શરૂ કર્યો, જેના કારણે આ ઇન્ડેક્સની મુવમેન્ટ પણ ઉપર-નીચે જતી રહી. ખરીદીના ટેકાથી આ ઈન્ડેક્સ 77,636.19 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. તે જ સમયે, વેચાણના દબાણને કારણે, તે 77,459.60 પોઈન્ટ પર ડૂબી ગયો. બજારમાં સતત ખરીદ-વેચાણ વચ્ચે ટ્રેડિંગના પ્રથમ કલાક પછી સવારે 10:15 વાગ્યે સેન્સેક્સ 240.77 પોઈન્ટના વધારા સાથે 77,581.85 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
