Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં સામાન્ય ઉછાળો

Live TV

X
  • ધનતેરસના અવસર પર દેશભરમાં લગભગ 50,000 કરોડ રૂપિયાનો છૂટક વેપાર થવાનો અંદાજ છે.

    કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. દિવસના અંતે  સેન્સેક્સ 72 અંકના ઉછાળા સાથે 64,904 પર, જ્યારે નિફ્ટી 30 અંકના ઉછાળા સાથે 19,425 પર બંધ થયો હતો. કારોબારી દરમિયાન આજે બેંકના શેરોમાં તેજી જોવા મળી હતી.

    કારોબારીમાં એનટીપીસી, ઓએનજીસી, ટેક મહિન્દ્રાના શેર ટોપ ગેનર્સ જ્યારે હિરો મોટોકોપ, એમ એન્ડ એમ, ટાઈટન કંપનીના શેર ટોપ લુઝર્સ રહ્યા હતા. આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું 252 રૂપિયા તૂટી 60,030  અને ચાંદી 477 અંક તૂટી 70,736 પર બંધ થયો હતો.

    આ સાથે જ દિવાળીના તહેવારની રોનક બજારોમાં જોવા મળી રહી છે. આજે ધનતેરસના દિવસે સોનામાં રોકાણ કરવાનું શુભ મનાય છે, ત્યારે જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

    કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, ધનતેરસના અવસર પર દેશભરમાં લગભગ 50,000 કરોડ રૂપિયાનો છૂટક વેપાર થવાનો અંદાજ છે.

    ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડ સ્મિથ્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ જણાવ્યું હતું કે, ધનતેરસ પર જ્વેલરીના વેપારીઓમાં વેચાણને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply