કેન્દ્ર સરકારે આપત્કાલીન ધિરાણ ગેરંટી યોજના હેઠળ MSME ક્ષેત્રને આવરી લેવાનો કર્યો નિર્ણય
Live TV
-
કેન્દ્ર સરકારે કોરોના મહામારીની બીજી લહેરમાં થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને આપત્કાલીન ધિરાણ ગેરંટી યોજના (ECLGS) નો વિસ્તાર કરી આ યોજના હવે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પણ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે આ યોજનાના ચોથા તબક્કામાં હોસ્પિટલો, નર્સિંગ હોમ, ક્લિનિક અને મેડિકલ કોલેજોને ઓન સાઇટ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે બે કરોડ રૂપિયા સુધીની લોન ઉપર સો ટકા ગેરંટી આપવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું છે કે આવી લોન માટે સાડા સાત ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આ યોજનાના ત્રીજા તબક્કામાં નાગરી વિમાન ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું છે. આ યોજનાની વૈધતા આ વર્ષે 30 મી સપ્ટેમ્બર સુધી અથવા ત્રણ લાખ કરોડ રૂપિયાની રકમ માટે જાહેર કરેલી ગેરંટીનો સમય પૂરો થાય ત્યાં સુધી રહેશે.
