Skip to main content
Settings Settings for Dark

ગઈકાલે કડાકા સાથે બંધ થયેલુ શેરબજાર આજે ઉછાળા સાથે ખુલ્યું

Live TV

X
  • યુક્રેન અને રશિયાના તણાવની અસર વૈશ્વિક બજારો અને ભારતીય શેરમાર્કેટ પર સ્પષ્ટ વર્તાઇ રહી છે. જેને કારણે માર્કેટમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ભારતીય શેરમાર્કેટ ગઈકાલે 1700 પોઇન્ટના કડાકા સાથે બંધ થયેલુ માર્કેટ આજે ઉછાળા સાથે ખુલ્યું હતું. 

    ગઈકાલે 1700 પોઇન્ટના કડાકા બાદ આજે દિવસના પ્રારંભે જ માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. આઇટી સેક્ટરના શેરોમાં તેજી સાથે માર્કેટની પ્રારંભિક શરૂઆત 500 પોઇન્ટના ઉછાળા સાથે થઇ હતી. ત્યાર બાદ તેજીની ચાલ મંદ પડી હતી. ઓઇલ અને ગેસ તેમજ ફાર્મા સેક્ટરના શેરમાં વેચવાલી નિકળતા તેજીની ચાલ મંદ પડી હતી અને પાંચસો પોઇન્ટનો ઉછાળો ઘટીને 230 પુોઇન્ટની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો હતો. નિફ્ટીનું 35 પોઇન્ટ જેટલા વધારા સાથે 16 હજાર 850ની આસપાસ ઉપર ટ્રેડિંગ થઇ રહ્યું હતું જ્યારે સેન્સેક્સમાં 150 કરતાં વધુના ઉછાળા સાથે 56 હજાર 550ની આજુબાજુ કરોબાર કરી રહ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply