Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ એશિયાના તણાવની શેરબજાર પર અસર: તેજી વચ્ચે પણ મેટલ અને આઈટી સેક્ટરમાં દબાણ

Live TV

X
  • પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોને પગલે, સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયું હતું. શરૂઆતી તેજી અને દિવસભરના ઉતાર-ચઢાવ બાદ મુખ્ય બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સમાં 0.17 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

    બજાર બંધ થતા સમયે સેન્સેક્સ 130.49 પોઈન્ટ અથવા 0.17 ટકા વધીને 77,185.43 પર હતો, જ્યારે નિફ્ટી 50 26.45 પોઈન્ટ અથવા 0.11 ટકા વધીને 24,078.50 પર પહોંચ્યો હતો.

    દિવસ દરમિયાન સેન્સેક્સ તેના અગાઉના બંધ 77,054.94 સામે 0.17 ટકાની વૃદ્ધિ સાથે 77,192.76 પર ખુલ્યો હતો અને એક તબક્કે 591.33 પોઈન્ટ અથવા 0.76 ટકાના ઉછાળા સાથે 77,646.27ની દિવસની ટોચે પહોંચ્યો હતો.

    જ્યારે નિફ્ટી 50 તેના અગાઉના બંધ 24,052.05 સામે 0.14 ટકાની તેજી સાથે 24,085.85 પર ખુલ્યો હતો અને કારોબાર દરમિયાન 168.3 પોઈન્ટ એટલે કે 0.69 ટકાના ઉછાળા સાથે 24,220.35ના ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો.

    તેની સામે, નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ નિફ્ટી આઈટી, એફએમસીજી, મીડિયા અને રિયલ્ટી સેક્ટરમાં પણ નબળાઈ રહી હતી.

    નિફ્ટી 50માં અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈટરનલ, એચડીએફસી લાઈફ, શ્રીરામ ફાઈનાન્સ, આઈશર મોટર્સ અને એસબીઆઈ ટોપ ગેનર્સ રહ્યા હતા, જ્યારે હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, એલ એન્ડ ટી, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

    આ દરમિયાન માર્કેટ એક્સપર્ટ સુનીલ શાહે જણાવ્યું હતું કે, "ગઈકાલે ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજીને કારણે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ ગગડ્યો હતો. આજે બજાર 'ગેપ અપ' સાથે ખુલ્યું છે. આ એક 'ટેકનિકલ બાઉન્સ-બેક' જેવું લાગે છે. જો ક્રૂડ ઓઈલની કિંમતો 70 ડોલરની નીચે આવે અને પશ્ચિમ એશિયામાં તણાવ ઘટે, તો ઘરેલુ બજારને વધુ ટેકો મળશે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply