પહેલીવાર BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઐતિહાસિક 4 ટ્રિલિયન ડોલરને પાર પહોંચ્યું
Live TV
-
હાલ આ ઇનકેપ માર્કેટમાં અમેરિકા , ચીન . જાપાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે. અને હવે ભારત પાંચમા નબરે સૌથી મૂલ્યવાન માર્કેટ બન્યું છે
શેરોમાં સાર્વત્રિક તોફાની તેજી સાથે ભારતીય શેર બજારોએ પ્રથમ વખત ઐતિહાસિક ચાર ટ્રીલિયન ડોલર માર્કેટ કેપિટલાઈઝેશનનો માઈલસ્ટોન પાર કર્યો છે. અત્યારે વિશ્વમાં ચાર ટ્રીલિયન ડોલરથી વધુ એટલે કે રૂ.333.29 લાખ કરોડ માર્કેટ કેપ.ના કલબમાં માત્ર ત્રણ દેશો છે. BSE સેન્સેકસ 727.71 પોઇન્ટ વધીને 66901.9ની સપાટીએ જ્યારે NSE નિફ્ટી 206.90 પોઇન્ટ વધીને 20,096.60ની સપાટીએ બંધ રહી હતી.
બુધવારનો દિવસ ભારતીય શેર બજારમાં રોકાણ કરનાર લોકો માટે ઉત્તમ રહ્યો હતો.આ સાથે ભારત દુનિયામાં પાંચમું સૌથી મૂલ્યવાન માર્કેટ બન્યું છે. પહેલીવાર BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઐતિહાસિક 4 ટ્રિલિયન ડોલરને પાર પહોંચ્યું છે. હાલ આ ઇનકેપ માર્કેટમાં અમેરિકા , ચીન . જાપાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે. અને હવે ભારત પાંચમા નબરે સૌથી મૂલ્યવાન માર્કેટ બન્યું છે. બેંચમાર્ક ઈન્ડેકસમાં બુધવારે એક-એક ટકાનો જંગી ઉછાળો નોંધાતા બીએસઈની માર્કેટ કેપિટલ 4 લાખ કરોડ ડોલરના રેકોર્ડ લેવલને વટાવી ગયું છે.
