ફિચ રેટીંગ્સે ભારતના આર્થિક વિકાસ અનુમાનને વધારી 7.2 ટકા કર્યો
Live TV
-
અર્થવ્યવસ્થાના મોરચે સારા સમાચાર છે. રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના આર્થિક વિકાસના અનુમાનને વધારીને 7.2 ટકા કર્યો છે. રેટિંગ એજન્સીએ માર્ચમાં તે સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
ફિચ રેટિંગ્સે મંગળવારે જાહેર કરેલા તેના ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં મજબૂત 7.2 ટકા વૃદ્ધિ કરશે. તે જ સમયે, એજન્સીએ નાણાકીય વર્ષ 2025-26 અને 2026-27 માટે વૃદ્ધિ દર અનુક્રમે 6.5 ટકા અને 6.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
રેટીંગ એજન્સીએ ગ્રાહક ખર્ચમાં સુધારો અને રોકાણમાં વધારાને ટાંકીને ભારતીય અર્થતંત્ર માટે તેના વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો છે. આ મહિને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રામીણ માંગમાં સુધારો અને ફુગાવાના દરમાં નરમાઈને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવો અંદાજ મુક્યો હતો. એ દ્રષ્ટિએ ફીચ રેટીંગ્સનો અંદાજ આરબીઆઈના અંદાજ સાથે સુસંગત છે. જોકે ગત નાણાકીય વર્ષ 2023-2024માં ભારતનો આર્થિક વિકાસદર 8.2 ટકા હતો.
