ભારતીય શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 59,358 પર ખુલ્યો
Live TV
-
કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજાર જબરદસ્ત તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 59,358 પાર ખુલ્યો હતો જયારે નિફ્ટીએ 17,670 પર કારોબાર શરૂ કર્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 59,417.66 સુધી ઉપલા સ્તરે ઉછળ્યો હતો. ઈન્ડેક્સની સર્વોચ્ચ સપાટી 59,737.૩૨ છે. NIFTY 17,693.૧૫ સુધી ઉપલા સ્તરે નોંધાયો હતો..જયારે સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો લાભ સાથે વેપાર કરી રહ્યા છે અને 3 શેર નબળાઈ સાથે વેપાર કરી રહ્યા છે. ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઑટો અને ઑયલ એન્ડ ગેસમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે.ગ્લોબલ માર્કેટથી સંકેત સારા મળ્યા છે. SGX NIFTY માં અડધા ટકાનો ઉછાળો જોવાને મળી રહ્યો છે.
