ભારતીય શેરબજારમાં ફ્લેટ બંધ થયો
Live TV
-
શેરબજારની તો આજે ભારતીય શેરબજારમાં સપાટ કારોબાર જોવા મળ્યો હતો. BSE નો સેન્સેક્સ સામાન્ય ઘટાડા સાથે 77 હજાર 500 તો નિફ્ટી 24 હજાર 200 નજીક બંધ થયો છે. આજે બેંક સેકટરમાં તેજી તો આઈટી અને ઓટો સેકટરમાં નરમાશ જોવા મળી હતી.
વાત કરીએ, કોમોડીટી માર્કેટની તો આજે સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ બે હજાર રુપિયા વધી 1 લાખ 61 ને પાર તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ત્રણ હજાર રુપિયા વધી 2 લાખ 62 હજારને પાર થયો છે. ડોલર સામે રુપિયો 6 પૈસા નબળો પડી 95.71 ના સ્તરે પહોંચ્યો છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ઘટાડા સાથે પ્રતિ બેરલ 93.41 ડોલરે પહોંચ્યું છે.
