ભારતીય શેરબજારોમાં સૂચકાંકોના ઘટાડા સાથે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
Live TV
-
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્વને પગલે સમગ્ર વિશ્વના બજારો દબાણમાં જોવા મળી રહ્યા છે. ભારતીય શેરબજાર પર પણ તેની વિપરિત અસર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારના બંને સૂચકાંકો આજે ભારે કડાકા સાથે બંધ રહ્યા હતા. જેમાં સેન્સેક્સ 825 આંકના ઘટાડા સાથે 64,571 આંક પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 260 આંકના ઘટાડા સાથે 19,281 આંક પર બંધ રહ્યો હતો.
કારોબાર દરમિયાન આઇટી, મેટલ અને રિયાલિટી શેર્સમાં ધોવાણ જોવા મળ્યું હતું, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્મા અને બેકિંગ ઇંડેક્સ દબાણ સાથે બંધ રહ્યા હતા.
વાત જો કોમોડિટી માર્કેટની કરીએ તો Mcx પર સોનું પ્રતિ 10 ગ્રામએ રુપિયા 1,977 ઘટાડા સાથે રુપિયા 60,670, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ એક કિલોએ રુપિયા 427ના ઘટાડા સાથે રુપિયા 72,482 બોલાઇ રહ્યો છે.
ડોલર સામે રુપિયો 7 પૈસા નબળો કારોબાર કરી રહ્યો છે. તો બ્રેંટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલે 91 ડૉલર પર પહોંચ્યો છે.
