Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ: સેન્સેક્સ 126 આંક, તો નિફ્ટી 42 આંકના ઘટાડા સાથે બંધ

Live TV

X
  • સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 385ના વધારા સાથે રૂપિયા 58,303 તો ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 789ના વધારા સાથે રૂપિયા 69,863ને પાર

    ભારતીય શેરબજાર સતત બીજા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 126 આંકના ઘટાડા સાથે 66,282 આંક પર તો નિફ્ટી 42 આંક ગગડતા 19,751 આંક પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન બેંક, આઇટી અને મેટલના શેર્સ દબાણમાં રહ્યા હતા. જ્યારે ઓટો, રિયાલિટી, FMCG શેર્સમાં લેવાલી જોવા મળી હતી.

    આ તરફ ફાર્મા અને PSE ઇંડેક્સ વધારા સાથે બંધ રહ્યા હતા. મહત્ત્વનું છે કે, ગ્લોબલ બ્રોકરેજની ડાઉનગ્રેડિંગ બાદ નિફ્ટી PSUબેંક ઇંડેક્સમાં સૌથી વધુ 1.4 ટકા જેટલો કડાકો નોંધાયો હતો. વાત જો કોમોડિટી માર્કેટની કરીએ તો, સોના- ચાંદીના ભાવમાં તેજી યથાવત રહી છે.

    MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 385ના વધારા સાથે રૂપિયા 58,303 તો ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 789ના વધારા સાથે રૂપિયા 69,863 બોલાઇ રહ્યો છે. આ તરફ બ્રેંટ ક્રૂડ ઓઇલના ભાવ બેરલદીઠ 2 ડૉલરના વધારા સાથે 88.79 ડૉલર બોલાઇ રહ્યો છે. જ્યારે ડોલર સામે રૂપિયો 83.26 પર કારોબાર કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply