ભારતીય શેરબજાર 62 હજારની સપાટીએ પહોંચ્યું, NIFTYમાં સામાન્ય વધારો જોવા મળ્યો
Live TV
-
બેંકિંગ અને ફાઇનાન્સના શેર્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા.
ભારતીય શેરબજાર આજે સામાન્ય ધટાડા સાથે ખુલ્યું હતું. જો કે સામાન્ય વધારા સાથે 62 હજારની સપાટીને પાર થયું હતુ. બુધવારે 61,980 પર બંધ રહ્યું હતું અને આજે 61,812 પોઇન્ટ પર ખુલ્યુ હતું. જેમાં લાર્સન એન્ડ ટુબ્રો, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેંક, રિલાયન્સ, બજાજ ફાઇનાન્સના શેર ગ્રીનઝોનમાં રહ્યા હતા. જ્યારે ટીસીએસ, એચડીએફસી, મારૂતી, ટાટા સ્ટીલ અને ટાઇટન કંપનીના શેર રેડ ઝોનમાં હતા. જ્યારે નીફ્ટી 50 પોઇન્ટના સામાન્ય ઉછાળા સાથે ખુલ્યું હતુ અને હાલ 30 પોઇન્ટના ઘટાડા સાથે 18,379 પોઇન્ટ પર છે.
