ભારતીર શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 69 હજારની સપાટીને પાર
Live TV
-
ભારતીર શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 69 હજારની સપાટીને પાર
સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ પહેલીવાર 69 હજાર 300 અને નિફ્ટી 20 હજાર 800ની સપાટીને પર પહોંચ્યો છે. માર્કેટમાં ખરીદારીના કારણે બેન્કિંગ સેક્ટર સૌથી આગળ છે. સતત વધારાના કારણે BSE લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 344 લાખ કરોડને પાર પહોંચી છે. તો, આ તરફ સર્વોચ્ય સપાટી પર પહોંચ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીની કિંમતમાં આજે ઘટાડો થયો છે. ગઈકાલે સોનાનો ભાવ 2 હજાર 148 ડૉલર હતો. જે આજે 100 ડૉલર ઘટી 2 હજાર 40 પર પહોંચ્યો છે. તો, અમદાવાદમાં સોનાનો ભાવ 65 હજાર 295 રૂપિયા પ્રતિ દસ ગ્રામ જ્યારે ચાદીનો ભાવ પ્રતિ કિલો 78 હજાર 500ની આસપાસ છે.
