Skip to main content
Settings Settings for Dark

વર્ષ 2024-25માં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહી શકે: RBI

Live TV

X
  • ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન લગાવ્યું છે. નાણાંકીય વર્ષ 2023-24માં અર્થતંત્રે અનેક પડકારો છતાં સતત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.

    આ રિપોર્ટમાં રિઝર્વ બેંકે એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીના સમયગાળા માટે કેન્દ્રીય બેંકની કામગીરીનો સમાવેશ કર્યો છે. રિઝર્વ બેંકે, નાણાકીય વર્ષ 2023-24 માટે જાહેર કરેલા તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 માટે 7.0 ટકાના વાસ્તવિક GDP વૃદ્ધિ દરના જોખમો બન્ને બાજુએ સમાન રીતે સંતુલિત રહેશે.

    ભારતીય અર્થતંત્ર મજબૂત ગતિએ વિસ્તર્યું: RBI

    તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય અર્થતંત્ર 1 એપ્રિલ, 2023 થી 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-24માં મજબૂત ગતિએ વિસ્તર્યું હતું, જેણે નાણાકીય વર્ષ 2022માં વાસ્તવિક કુલ સ્થાનિક ઉત્પાદન (DGP) વૃદ્ધિ દરને 7.6 ટકા સુધી વધાર્યો હતો. 2023માં તે 7.0 ટકા હતો. સતત ત્રીજા નાણાંકીય વર્ષમાં 7 ટકા કે તેથી વધુ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply