શેરબજારમાં તેજીનું જોર યથાવત
Live TV
-
શેરબજારમાં તેજીનું જોર યથાવત: સેન્સેક્સ 300 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ ઉછાળા સાથે ખૂલ્યા
કારોબારી સપ્તાહના બીજા દિવસે આજે ભારતીય શેરબજાર સકારાત્મક શરૂઆત સાથે ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યું છે. બોન્ડ યીલ્ડ મજબૂત થવા છતાં ગ્લોબલ ઇક્વિટી બજારોમાં જોવા મળેલી તેજીની અસર સ્થાનિક બજાર પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
શેરબજારની હલચલ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 300 પોઇન્ટના વધારા સાથે લીલા નિશાન પર ખૂલ્યો હતો.નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટીમાં પણ 100 પોઇન્ટનો મજબૂત વધારો નોંધાયો છે. ખાસ કરીને નિફ્ટી બેંકમાં 250 પોઈન્ટનો શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે બેન્કિંગ અને મેટલ શેર્સમાં રોકાણકારો દ્વારા ભારે ખરીદી થઈ રહી છે. આજની માર્કેટમાં ટ્રેન્ટ, કોટક બેંક અને BSE ના શેર ટોચના ગેઇનર્સ રહ્યા છે.સોના-ચાંદીના બજારમાં સામાન્ય ઘટાડો
એક તરફ જ્યાં શેરબજારમાં રોનક છે, તો બીજી તરફ કિંમતી ધાતુઓના બજારમાં સામાન્ય નરમાઈ જોવા મળી રહી છે. પ્રતિ ગ્રામ 296 રૂપિયા સસ્તું થઈને હાલ 1 લાખ 51 હજાર ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેના પગલે ચાંદી 2 લાખ 24 હજાર ની કિંમતે પહોંચી છે.
વિદેશી ચલણ સામે ભારતીય રૂપિયામાં આજે થોડી સુસ્તી જોવા મળી છે. અમેરિકન ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 4 પૈસાના ઘટાડા સાથે 96.39 ના સ્તરે ખૂલ્યો હતો. બજારના આજના આ પ્રવાહ પર રોકાણકારોની વિશેષ નજર રહેલી છે.
