શેરબજારમાં તેજી, સેન્સેક્સ 52 હજારની સપાટીને પાર
Live TV
-
મુંબઇ શેરબજારમાં સવારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સે 198 પોઇન્ટના વધારા સાથે ફરી 52 હજારની સપાટી કુદાવી દીધી હતી. નિફ્ટી પણ 79 પોઇન્ટના વધારા સાથે ઓલટાઇમ હાઇ 15 હજાર 700 પોઇન્ટની સપાટીને આંબી ગયો હતો. જોકે તે પછી સેન્સેક્સ 15 હજાર 641ની સપાટીએ ફરી નીચે આવ્યો હતો.સવારના સેશનમાં રિલાયન્સ, ઓએનજીસી, પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ફોસિસના શેરોના ભાવ ઉંચકાયા હતા. જોકે બજાજ ઓટો, નેસલે, એસબીઆઇ અને સન ફાર્મા સહિતની કંપનીઓના શેરોના ભાવ ગગડ્યા હતા.
