Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 82 હજાર પાર, નિફ્ટી 25 હજારની સપાટીએ

Live TV

X
  • શેરબજારમાં તેજી: સેન્સેક્સ 82 હજાર પાર, નિફ્ટી 25 હજારની સપાટીએ

    અઠવાડિયાના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. BSE સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 82,000ની સપાટીએ પોઝિટિવ નોટમાં ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 83 પોઈન્ટ ચઢીને 25,000ની સપાટીએ વેપાર કરી રહ્યો છે.

    મોટાભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં

    બજારમાં FMCG, ઓઈલ અને ગેસ, PSU બેંક, IT સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ગ્રીન ઝોનમાં વેપાર કરી રહ્યા છે. ખાસ કરીને, ઓટો, મીડિયા અને મેટલ સેક્ટરમાં 0.5 ટકાનો વધારો નોંધાયો છે, જે બજારમાં વ્યાપક તેજી દર્શાવે છે.

    સોના-ચાંદીનો ચળકાટ યથાવત, રૂપિયામાં નરમાઈ

    શેરબજારની સાથે સાથે સોના-ચાંદી બજારનો ચળકાટ પણ યથાવત રહ્યો છે. સોનું ₹200ના વધારા સાથે ₹98,300 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જ્યારે ચાંદી પણ ₹227 વધીને ₹1,13,177 પ્રતિ કિલોગ્રામ થઈ છે.

    જોકે, ભારતીય રૂપિયા માટે દિવસ થોડો નરમ રહ્યો છે. ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 16 પૈસા નરમ પડ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply