Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં ભૂકંપ: ટ્રમ્પની નાકાબંધીની ધમકીથી સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો

Live TV

X
  • શેરબજારમાં ભૂકંપ: ટ્રમ્પની નાકાબંધીની ધમકીથી સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો

    યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાની બંદરોની નાકાબંધી કરવાની જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે. આ ભયની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે, જ્યાં સપ્તાહના પ્રથમ દિવસે જ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે.

    શેરબજારની સ્થિતિ: સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો

    બજાર ખુલતાની સાથે જ ચારેતરફ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1100થી વધુ પોઈન્ટના કડાકા સાથે 76,400 ની સપાટી પર પહોંચ્યો છે. નિફ્ટી 300થી વધુ અંક તૂટીને 23,700 ની આસપાસ કારોબાર કરી રહી છે. ખાસ કરીને સરકારી બેંકો (PSU Banks) ના શેરોમાં આજે ભારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

    સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

    રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે કિંમતી ધાતુઓના ભાવમાં પણ ગાબડું જોવા મળ્યું છે. સોનું પ્રતિ 10 ગ્રામ 1,000 રૂપિયા સસ્તું થઈને 1,51,000 ની આસપાસ પહોંચ્યું છે. ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદી 5,000 રૂપિયા તૂટીને 2,38,000 પ્રતિ કિલોની આસપાસ કારોબાર કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply