શેરબજાર સકારાત્મક નોંધ સાથે ખુલ્યું, સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછળ્યો
Live TV
-
ગઈકાલે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ બજાર સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે. શરૂઆતના ટ્રેડિંગમાં, 30 શેરો ધરાવતો સેન્સેક્સ 48.19 પોઈન્ટ વધીને 85,768.57 પર પહોંચ્યો. 50 શેરો ધરાવતો નિફ્ટી 12.80 પોઈન્ટ વધીને 26,228.35 પર પહોંચ્યો.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર સકારાત્મક નોંધ સાથે ખુલ્યું. ગઈકાલે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ બજાર સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે. શરૂઆતના ટ્રેડિંગમાં, 30 શેરો ધરાવતો સેન્સેક્સ 48.19 પોઈન્ટ વધીને 85,768.57 પર પહોંચ્યો. 50 શેરો ધરાવતો નિફ્ટી 12.80 પોઈન્ટ વધીને 26,228.35 પર પહોંચ્યો.
હાલમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ 199.62 પોઈન્ટ એટલેકે 0.23% વધીને 85,920.01 પર ટ્રેડ કરી રહ્યો છે. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 47.55 પોઈન્ટ એટલેકે 0.18% વધીને 26,263.10 પર ટ્રેડ કરી રહ્યો છે.
નોંધનીય છે કે, એક દિવસ પહેલા બીએસઈ નો 30 શેરનો સેન્સેક્સ, 110.88 પોઈન્ટ એટલેકે 0.13 ટકાના ઉછાળા સાથે 85,720.38 પર બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી પણ 10.25 પોઈન્ટ એટલેકે 0.039 ટકાના સહેજ વધારા સાથે 26,215.55 પર બંધ થયો હતો.
