સપ્તાહના અંતિમ કારોબારમાં શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું
Live TV
-
સપ્તાહના અંતિમ કારોબારમાં ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આજે સેન્સેક્સ 7 આંકના સામાન્ય ઘટાડા સાથે 75 હજાર 410 પર બંધ રહ્યો છે. અને નિફ્ટી 10 આંકના ઘટાડા સાથે 22 હજાર 957 પર બંધ રહ્યો છે.
આ સાથે આજે સેન્સેક્સ 75 હજાર 636ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ 23 હજાર 26ની નવી ઐતિહાસિક ઉચ્ચ સપાટી રચી હતી.
આજે મીડિયા અને ફાઈન્સ સર્વિસ સેક્ટર્સમાં નવી લેવાલી નીકળતા તેજી જોવા મળી રહી છે. તો સોના-ચાંદીની વાત કરીએ તો આજે સોનામાં નરમાશ સાથે રૂ 71 હજાર 600 પ્રતિ તોલા ભાવ બોલાઈ રહ્યો છે. જયારે ચાંદીમાં તેજી સાથે ભાવ રૂ. 91 હજાર 186 પ્રતિ કિલોગ્રામ આસપાસ પહોંચ્યો હતો
