સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યું
Live TV
-
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યું છે. 50 પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેકસે 53 હજાર એક્સોની સપાટી વટાવી છે. જ્યારે 21 પોઇન્ટના ઉછાળા સાથે નિફ્ટી 15 હજાર 945ની સપાટી પર કારોબારી કરી રહ્યું છે. ડીવીશ લેબ, સન ફાર્મા, સિપ્લા જેવી ફાર્મા કંપનીના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે એચસીએલ. ટેક મહિન્દ્રા, આઇશર મોટર્સ, ઇન્ફોસીસ જેવી કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે હાલ સેન્સેક્સ 53 હજાર 196ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
