સપ્તાહના ચોથા દિવસે પણ શેરબજારમાં કડાકો
Live TV
-
સપ્તાહના ચોથા દિવસે પણ શેરબજારમાં કડાકો
ગુરુવારે (12 માર્ચ, 2026) ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા તણાવ અને ખાસ કરીને યુએસ-ઈરાન સંઘર્ષ વધુ ઘેરો બનતા વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો હતો, જેની સીધી અસર ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો પર પડી હતી.
ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું . શરૂઆતના વેપારમાં ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 992.53 પોઈન્ટ ઘટીને 75,871.18 પર; નિફ્ટી 310.55 પોઈન્ટ ઘટીને 23,556.30 પર બંધ રહ્યો હતો. શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 31 પૈસા ઘટીને 92.32 પર બંધ રહ્યો હતો.
