સેન્સેક્સ અને નિફ્ટીએ ઓલટાઇમ હાઇની સપાટીને સ્પર્શી, ઘટાડા સાથે બંધ રહ્યા
Live TV
-
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા સ્થાનિક શેરબજાર ઉચ્ચ સ્તરે રેકોર્ડ બનાવીને ખુલ્યું હતું. સપ્તાહના પ્રથમ દિવસે પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સે 75,679ના સ્તરને સ્પર્શ્યો હતો. તે જ સમયે, નિફ્ટીએ 23,043ની સર્વોચ્ચ સપાટી બનાવી હતી. પરંતુ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઓલટાઇમ હાઇની સપાટીને સ્પર્શી ઘટાડા સાથે બંધ રહ્યા હતા. કારોબારના અંતે, સેન્સેક્સ 20 આંકના ઘટાડા સાથે 75 હજાર 390 આંક પર જ્યારે નિફ્ટી 24 આંકના ઘટાડા સાથે 22 હજાર 932 આંક પર બંધ રહ્યો. મિડકેપ, સ્મોલ કેપ શેરોમાં લેવાલી નીકળી હતી. તો બેકિંગ, રિયાલિટી અને આઇટી શેરોમાં તેજી જોવા મળી હતી. આ તરફ, એનર્જી, મેટલ અને તેલ તેમજ ગેસ શેરોમાં દબાણ જોવા મળ્યું.
ડોલર સામે રૂપિયો 3 પૈસા નબળો રહેતા 83.13 પ્રતિ ડોલરે બંધ રહ્યો. આ તરફ Mcx પર કિંમતી ધાતુઓમાં સોના- ચાંદી બંને ધાતુઓમાં ભાવ વધારો જોવા મળ્યો. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 447 રૃપિયાના વધારા સાથે 71 હજાર 703 રૂપિયા બોલાયો અને ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 1હજાર 527 આંકના વધારા સાથે 92 હજાર 075 રૂપિયા રહ્યો હતો.
