સેન્સેક્સ ખુલતાની સાથે જ 114 અંક ઘટ્યો, નિફ્ટી 10500થી નીચે ગયો
Live TV
-
ભારતીય શેરબજારમાં આજે શરૂઆતમાં તેજી જોવા મળ્યા બાદ સવારે 10.26 કલાકે ફરીવાર મંદી જોવા મળી હતી. સેન્સેક્સ 114 અંક ઘટીને 35520 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 અંક ઘટીને 10401 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર રિલાયન્સ, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ 3.76 ટકા વધી 1,155.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે હીરો મોટોકોર્પ 2.65 ટકા વધી 2,009.10 પર કારોબાર કરી રહ્યો છે.
