Skip to main content
Settings Settings for Dark

સ્થાનિક બુલિયન માર્કેટમાં તેજી, સોના-ચાંદીના ભાવમાં મજબૂત ઉછાળો

Live TV

X
  • રવિવારે સ્થાનિક બુલિયન બજારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો. સોનાના ભાવ રૂ.1,240 પ્રતિ 10 ગ્રામ વધીને રૂ.1,350 પ્રતિ 10 ગ્રામ થયા. તેવી જ રીતે, ચાંદીના ભાવ આજે રૂ.8,900 પ્રતિ કિલોગ્રામ વધ્યા.

    સ્થાનિક બુલિયન બજારમાં મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો, સોના અને ચાંદીમાં પણ વધુ ચમક એક અઠવાડિયામાં ચાંદી રૂ.21,000 સુધી મોંઘી થઈ છે. સાપ્તાહિક ધોરણે, સોમવારથી શનિવાર સુધીના વેપાર દરમિયાન મજબૂત વલણને કારણે, દેશભરના મોટાભાગના બુલિયન બજારોમાં 24 કેરેટ સોનાના ભાવમાં રૂ3,980 પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. તેવી જ રીતે, છેલ્લા અઠવાડિયામાં 22 કેરેટ સોનું પણ રૂ. 3,650 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. સોનાની જેમ, ચાંદીના ભાવમાં પણ આ અઠવાડિયે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ સપ્તાહના કારોબારમાં, આ ચમકતી ધાતુ ગયા સપ્તાહની સરખામણીમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 21,૦૦૦ મોંઘી થઈ ગઈ છે.

    દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,29,97૦ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,19,15૦ પર નોંધાયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,29,82૦ અને 22 કેરેટ સોનું પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,19,૦૦૦ પર વેચાઈ રહ્યું છે. એ જ રીતે, અમદાવાદમાં 24 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,29,87૦ અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 1૦ ગ્રામ રૂ. 1,19,૦5૦ પર નોંધાયો છે. આ મુખ્ય શહેરો ઉપરાંત, આજે ચેન્નઈમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,29,820 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,19,000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે, કલકતામાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,29,820 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,19,000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
apply