હ્યુન્ડાઈ મોટર્સ રૂ. 25,000 કરોડનો આઈપીઓ લોન્ચ કરશે, કંપનીએ સેબીને ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા
Live TV
-
DRHPમાં આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે આ IPO હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 14,21,94,700 શેર કંપની ઑફર ફોર સેલ હેઠળ વેચશે. આ ઑફર ફોર સેલમાં કંપનીના પ્રમોટરો દ્વારા શેર વેચવામાં આવશે.
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે IPO દ્વારા ફર્મ ઇક્વિટી શેરનું એક્સચેન્જમાં લિસ્ટિ કરીને લિસ્ટિંગનો લાભ મેળવવા માંગે છે. અમે આશા રાખીએ છીએ કે ઇક્વિટી શેરના લિસ્ટિંગથી વિઝિબિલિટી અને બ્રાન્ડ ઇમેજ વધશે.
જો હ્યુન્ડાઈ મોટર્સના આઈપીઓને સેબી તરફથી મંજૂરી મળે છે, તો તે અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. હાલમાં, 2022માં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) દ્વારા લોન્ચ કરવામાં આવેલો 2.7 અરબ ડૉલરનો આઈપીઓ અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે.
હ્યુન્ડાઇ મોટર્સ વતી કોટક મહિન્દ્રા, સિટીબેંક, મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન અને એચએસબીસીને શેરબજારમાં પ્રવેશ માટે વૈશ્વિક રોકાણ બેન્ક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મે મહિનામાં હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયાના વેચાણમાં વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 63,551 એકમ હતો.
મારુતિ સુઝુકી પછી પેસેન્જર વાહનોના વેચાણની દ્રષ્ટિએ હ્યુન્ડાઈ મોટર્સ દેશની બીજી સૌથી મોટી કંપની છે.કંપનીએ ભારતમાં તેનો પહેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 1998માં સ્થાપ્યો હતો, જ્યારે બીજો 2008માં શરૂ થયો હતો. ગયા વર્ષે હ્યુન્ડાઈ મોટર્સ ગ્રુપે ભારતમાં લગભગ 3.75 અરબ ડૉલરના રોકાણની જાહેરાત કરી હતી.
