1 જુલાઈથી ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોની કિંમતમાં 2%નો થશે વધારો
Live TV
-
ભાવ વધારો 1 જુલાઈથી કોમર્શિયલ વાહનોની સમગ્ર શ્રેણી પર લાગુ થશે
ટાટા મોટર્સે તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2%નો વધારો કરવાની જાહેરાત કરી છે. ટાટાનો આ ભાવ વધારો કોમર્શિયલ વાહનોની સમગ્ર શ્રેણીમાં લાગુ થશે. જે 1 જુલાઈથી અમલ કરવામાં આવશે.
ટાટા મોટર્સે તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કોમોડિટીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ વાહનોના ભાવમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે." કંપનીએ કહ્યું કે, "આ ભાવ વધારો 1 જુલાઈથી કોમર્શિયલ વાહનોની સમગ્ર શ્રેણી પર લાગુ થશે, જે મોડલ અને વેરિઅન્ટના આધારે બદલાશે." ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે કંપનીએ કિંમતોમાં 2%નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ટાટા મોટર્સ દેશની અગ્રણી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની છે. તે ટ્રક, બસ અને અન્ય કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરે છે. તે ટાટા ગ્રુપની આગેવાની હેઠળની મોટી કંપનીઓમાંની એક છે. આ કંપનીનું જૂનું નામ ટેલ્કો હતું. તેના ઉત્પાદન એકમો અન્ય ઘણા દેશોમાં તેમજ ભારતના વિવિધ ક્ષેત્રો જમશેદપુર, પુણે અને લખનૌમાં સ્થિત છે.
