Skip to main content
Settings Settings for Dark

CBDT દ્વારા આવકવેરા રીટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા 15 માર્ચ સુધી લંબાવવામાં આવી

Live TV

X
  • CBDT દ્વારા આવકવેરા રીટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રીટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા ત્રીજી વખત લંબાવવામાં આવી છે. નાણાં મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે, કરદાતાઓ અને અન્ય હિસ્સેદારોને કોવિડના કારણે ફાઈલ કરવામાં પડેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. CBDTએ આકારણી વર્ષ 2021-22 માટે આઈટી રીટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા લંબાવીને 15 માર્ચ કરી છે. જ્યારે રીપોર્ટ ઓફ ઓડિટ રજૂ કરવાની તારીખ લંબાવીને 15 ફેબ્રુઆરી કરી છે.

    રિટર્ન ભરવાની છેલ્લી તારીખ કેમ લંબાવવામાં આવી ?

    CBDT દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે,  કોવિડને કારણે ચાલી રહેલી મુશ્કેલી અને રીપોર્ટસની ઈલેકટ્રોનિક ફાઈલિંગમાં આવતી સમસ્યાઓને જોતા સીબીડીટીએ છેલ્લી તારીખો લંબાવી છે. આ સાથે બીજી ઘણી મહત્વની તારીખો આગળ ધપાવવામાં આવી છે.

    તારીખોમાં લંબાવાય છે તેનો લાભ કોને મળશે ? 

    આ વધારો બિઝનેસ કરદાતાઓ માટે કરવામાં આવ્યો છે, રિટર્ન ફાઇલ કરવાની સાથે, કોર્પોરેટ કરદાતાઓએ ઘણી મહત્વપૂર્ણ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરવી પડે છે, આ સ્થિતિમાં, મુશ્કેલ પ્રક્રિયા અને કોવિડના પડકારને ધ્યાનમાં રાખીને, સીબીડીટીએ કરદાતાઓને સમય મર્યાદામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આ રાહત તે કરદાતાઓને આપવામાં આવશે જેમણે કોઈપણ નિયમ હેઠળ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાનું હોય છે. સમય મર્યાદા લંબાવાથી કરદાતાઓને ઓડિટ કરાવવાનો સમય મળશે.

    CBDTનો આ નિર્ણય કોર્પોરેટ કરદાતાઓ માટે છે. આ સ્થિતિમાં આ નિર્ણયની સામાન્ય કરદાતાઓ પર કોઈ અસર નહીં થાય. એટલે કે, તેમના માટે રિટર્નની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી અને જે લોકો આ સમયગાળામાં તેમનું રિટર્ન ફાઇલ કરી શક્યા નથી તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

    જો તમારી આવક 5 લાખ સુધીની છે તો લેટ ફી એક હજાર રૂપિયા હશે અને જો આવક 5 લાખથી વધુ છે તો આ લેટ ફી 10 હજાર રૂપિયા સુધી ચૂકવવી પડશે. જો તમારો ટેક્સ બાકી છે અને તમે 31 ડિસેમ્બર સુધીમાં તમારું રિટર્ન ભર્યું નથી, તો એક દિવસના વિલંબ માટે પણ તમારે આખા મહિના માટે 1 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. જો તમારો ટેક્સ વધુ કપાયો છે અને તમે રિફંડ લેવાના હતા પરંતુ 31મી સુધીમાં રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમને આ રિફંડ લેવામાં પણ વિલંબ થશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply