DPIIT દ્વારા પેપરલેસ લાઇસન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી
Live TV
-
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ (ડી.પી.આઈ.ટી.) એ રિટેલ આઉટલેટ્સ સ્ટોર અને પેટ્રોલ / ડીઝલ વિતરિત કરવા પેટ્રોલિયમ સેવા સ્ટેશન માટે પેપરલેસ લાઇસન્સ પ્રક્રિયા શરૂ કરી છે
પેપરલેસ પ્રક્રિયાના પ્રારંભ પછી, 300 થી વધુ લાઇસન્સ આપવામાં આવ્યા છે, અને આનાથી 70,000 થી વધુ પેટ્રોલિયમ પમ્પ માલિકો અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ફાયદો થશે. વિભાગે જણાવ્યું હતું કે, આ પેપેરલેસ પહેલ ઇસ ઓફ ડૂઇંગ બીજનેસને પ્રોત્સાહન આપશે. પેટ્રોલિયમ અને એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના પોર્ટલ પર આ લાઇસેંસની પ્રામાણિકતા ચકાસી શકાશે. અરજદારોને અરજીની પ્રક્રિયાના દરેક તબક્કે, એસએમએસ અને ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે
