EDએ ભાગેડુ આર્થિક આરોપી નિરવ મોદીની 329.66 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી
Live TV
-
ભાગેડુ હિરા ઉદ્યોગકાર અને આર્થિક આરોપી નિરવ મોદીની 329.66 કરોડ રૂપિયાની સંપતિ ઈડીએ જપ્ત કરી છે. એફ.ઈ.ઓ. કાયદા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પ્રકારે નીરવ મોદીની સંપતિ ટાંચમાં લેવાનો દેશમાં પ્રથમ બનાવ છે. કોર્ટ કાર્યવાહીમાંથી બચીને આબાદ ફરતાં આર્થિક આરોપીઓને અંકુશમાં લેવા માટે 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેનો કાયદો ઘડવામાં આવ્યો હતો.
મુંબઈની એક વિશેષ અદાલતે 8 જૂનના રોજ ઈડીને આર્થિક આરોપીઓની સંપતિઓને ટાંચમાં લેવાનો અધિકાર આપ્યો હતો. નિરવ મોદીને આ જ અદાલત દ્વારા ગત વર્ષે 5 ડિસેમ્બરના રોજ આર્થિક આરોપી અને ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં હતાં. નિરવ મોદી હાલ બ્રિટનની એક જેલમાં બંધ છે.
