GSTમાં ભીમ એપ-રૂપે કાર્ડથી પેમેન્ટ પર 20% કેશબેક, નાણામંત્રીની જાહેરાત
Live TV
-
જીએસટી અંગે આજે નવી દિલ્હી ખાતે નાણાંમંત્રી પીયુષ ગોયેલની અધ્યક્ષતામાં એક ખાસ બેઠક મળી હતી. જેમાં સુક્ષ્મ , લઘુ અને મધ્ય કદના ઉદ્યોગો અંગેની ચિંતા અને સુચનો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. પરિષદની આ 29મી બેઠક હતી.
આ બેઠકમાં મંત્રી સમુહ દ્વારા, ભીમ એપ અને રૂપે કાર્ડથી જો બિલ ભરવામાં આવે તો કેશબેક આપી પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી હતી, જેનો આ બેઠકમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય પછી જે લોકો ભીમ એપ અને રૂપે કાર્ડથી પેમેન્ટ કરશે, તેમને 20 ટકા સુધીના કેશ બેકનો ફાયદો મળશે.
ઉપરાંત આ બેઠકમાં નાના વેપારીઓ અને રીટેલર્સ અંગે પત્રકારોને જણાવતાં કેન્દ્રીય નાણામંત્રી પિયુષ ગોયલે કહ્યું, કે છેલ્લા 13 મહિનાથી જીએસટી કાઉન્સિલ M.S.M.P. અંગે કામ કરી રહી છે. આ માટે મંત્રીઓનું સમૂહ ગઠન કરવામાં આવશે, જેમાં દિલ્હી, બિહાર, પંજાબ, કેરળ, આસામના નાણામંત્રીઓનો સમાવેશ થશે.
