ગોવામાં આયોજીત 49મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનું સમાપન
Live TV
-
ભારતીય સિનેમાના જાણીતા પટકથા લેખક સલીમ ખાનને સિનેમા જગતમાં તેમના લાઇફ ટાઇમ યોગદાન માટે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફિલ્મોનાં મહાકુંભ 49મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનું આજે સમાપન થયું. ગોવામાં આયોજીત આ ફિલ્મ ફેસ્ટીવલનો રંગારંગ સમાપન સમારોહ યોજાયો હતો. આ ફેસ્ટીવલમાં દુનિયાની સંસ્કૃતિની સાથે સાથે ગોવાની પારંપારિક સંસ્કૃતિથી પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમાપન કાર્યક્રમ/ પણજીની પાસે શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવ્યો હતો. ફિલ્મ ફેસ્ટીવલનું સમાપન જર્મન ફિલ્મ/ સીલ્સ લીપ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, 9 દિવસ સુધી ચાલેલા આ ફેસ્ટીવલમાં 68 દેશોની 200થી વધારે ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં ભારતની 26 ફિચર ફિલ્મો અને 21 રેર ફિચર ફિલ્મો પણ દર્શાવવામાં આવી હતી. ભારતીય સિનેમાના જાણીતા પટકથા લેખક સલીમ ખાનને સિનેમા જગતમાં તેમના લાઇફ ટાઇમ યોગદાન માટે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અરબાઝ ખાને પોતાના પિતા વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
