Skip to main content
Settings Settings for Dark

દિલ્હીઃ ડોક્યૂમેન્ટરી ફિલ્મ ઓલ ધ બિસ્ટને કાન ફિલ્મ ફેસ્ટિવેલમાં ગોલ્ડન આઈ એવોર્ડ

Live TV

X
  • દિલ્હીના ફિલ્મ નિર્માતા શૌનક સેનની ડોક્યૂમેન્ટરી ફિલ્મ ઓલ ધ બિસ્ટ (All That Beats) એ કાન ફિલ્મ ફેસ્ટિવેલમાં ગોલ્ડન આઈ (Golden Eye) પુરસ્કાર જીત્યો છે. શૌનક સેનની ફિલ્મ ડોક્યૂમેન્ટરી All That Beatsને સ્પેશીયલ સ્ક્રીનીગ શ્રેણીમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સતત બીજુ વર્ષ છે, જેમાં ભારતીય ફિલ્મ ડોક્યૂમેન્ટરીએ આ પુરસ્કાર જીત્યો છે. શોર્ટ ફિલ્મ કેટેગેરીમાં Golden Eye પુરસ્કાર જીતનાર ફિલ્મના તમામે ખૂબજ વખાણ કર્યા છે. દિલ્હીના પ્રદુષણ પર આધારિત આ ફિલ્મને લઇને Golden Eye જ્યૂરીના સભ્ય એકઝીસ્ટા હોલેન્ડ, ઇરીના સ્લીપ, પીઅરે વેલેડોચેમ્પસ અને એલેક્સ વિલસ્ટન્ટે આ ફિલ્મને શાનદાર ફિલ્મ ગણાવી હતી.

    આ ફિલ્મ દુનિયામાં દરેક જીવન મહત્વ રાખે છે, તેવો સંદેશ આપે છે. આ ફિલ્મમાં દિલ્હીના પ્રદુષણમાં લોકોની બેહાલીની સાથે એક પક્ષીનો જીવ બચાવતા દેખાડવામાં આવે છે. આ ફિલ્મનું વર્લ્ડ પ્રિમીયર આ વર્ષે જાન્યુઆરીમાં Sun Dance ફિલ્મ ફેસ્ટીવલમાં થયું હતું. જ્યાં તેને World Cinema ડોક્યુમેન્ટરી શ્રેણીમાં ગ્રેડ જુટી પુરસ્કારથી નવાજવામાં આવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું, કે ભારતીય ફિલ્મ નિર્માતા શૌનક સેનને Cans Film સમારોહમાં, તેમની દસ્તાવેજી ફિલ્મ All The Beats માટે "L 'OEIL D' OR પુરસ્કારથી સન્માનીત કરવા બદલ શુભેચ્છા પાઠવતા કહ્યું, કે મને ખાત્રી છે, કે આ પુરસ્કાર અન્ય દસ્તાવેજી નિર્માતાઓને વિશ્વ સ્તર પર ખ્યાતી પ્રાપ્ત કરવા પ્રેરિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply