નવી ગુજરાતી શોર્ટ ફિલ્મ “થાળી”ની જાહેરાત, મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે મુહૂર્ત
Live TV
-
અભિનેતા અને નિર્માતા વિદિત શર્માએ પોતાની નવી ગુજરાતી શોર્ટ ફિલ્મ “થાળી”ની જાહેરાત કરી છે.
આ ફિલ્મનું શુભ મુહૂર્ત પર્યટન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કલ્પેશ ભટ્ટ, દિગ્દર્શક ઋશિલ જોશી અને ડીઓપી ધ્રુવ શાહ ઉપસ્થિત રહ્યા. “થાળી” એ ગુજરાતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને ઉજાગર કરતી હૃદયસ્પર્શી કથા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં દર્શકો સુધી પહોંચશે અને સમાજને સંદેશ આપશે.
આ ફિલ્નિમના નિર્માતા અને મુખ્ય કલાકાર વિદિત શર્માએ જણાવ્યું કે, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના આશીર્વાદથી અમે થાળીની શરૂઆત કરી છે. આ ફિલ્મ સમગ્ર ટીમનો પ્રેમ અને શ્રમ છે, જે ગુજરાતના યુવાનો અને પરિવારોને પ્રેરણા આપશે.”
ફિલ્મ ટીમ:
નિર્માતા / મુખ્ય ભૂમિકા: વિદિત શર્મા
દિગ્દર્શક: ઋશિલ જોશી
સ્ટોરી : કલ્પેશ ભટ્ટ
સ્ક્રીનપ્લે : કલ્પેશ ભટ્ટ અને દિપક ભટ્ટ
ડીઓપી: ધ્રુવ શાહ
