Skip to main content
Settings Settings for Dark

'પરમ સુંદરી'નું નવું ગીત 'ભીગી સાડી' રિલીઝ, સિદ્ધાર્થ-જાહ્નવીની શાનદાર કેમિસ્ટ્રી

Live TV

X
  • આવનારી ફિલ્મ 'પરમ સુંદરી'ના મેકર્સે શુક્રવારે ફિલ્મનું નવું ગીત 'ભીગી સાડી' રિલીઝ કર્યું છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર વરસાદમાં રોમાન્સ કરતા નજરે પડે છે. ગીતને વરસાદના વાતાવરણમાં ફિલ્માવવામાં આવ્યું છે, જેમાં બન્ને કલાકારોની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળે છે. મેકર્સે આ ગીતને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, “અદનાન સામીની અવાજમાં જૂના દિવસોની યાદો ફરી તાજી થઈ જશે, અને 'છૈલા પિયા' સાથે રોમાન્સ પણ પુરજોશમાં હશે! પ્રેમ અને જજ્બાતોથી ભરેલું ગીત 'ભીગી સાડી' હવે અદનાન સામીના અવાજમાં રજૂ છે.”

    આવનારી ફિલ્મ 'પરમ સુંદરી'ના મેકર્સે શુક્રવારે ફિલ્મનું નવું ગીત 'ભીગી સાડી' રિલીઝ કર્યું છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર વરસાદમાં રોમાન્સ કરતા નજરે પડે છે. ગીતને વરસાદના વાતાવરણમાં ફિલ્માવવામાં આવ્યું છે, જેમાં બન્ને કલાકારોની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળે છે. મેકર્સે આ ગીતને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, “અદનાન સામીની અવાજમાં જૂના દિવસોની યાદો ફરી તાજી થઈ જશે, અને 'છૈલા પિયા' સાથે રોમાન્સ પણ પુરજોશમાં હશે! પ્રેમ અને જજ્બાતોથી ભરેલું ગીત 'ભીગી સાડી' હવે અદનાન સામીના અવાજમાં રજૂ છે.”

    આ ગીતમાં જાહ્નવી કપૂર સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તે રોમેન્ટિક ડાન્સ કરતી દેખાય છે. વરસાદના માહોલે ગીતને વધુ રોમેન્ટિક બનાવી દીધું છે. જાહ્નવીએ ગીતના શૂટિંગનો અનુભવ શેર કરતાં જણાવ્યું, “વરસાદવાળા ગીતો હંમેશા અમારી ફિલ્મોમાં ખાસ રહ્યા છે. તેમાં એક અલગ જ જાદુ હોય છે. હું બાળપણથી વરસાદમાં ફિલ્માવવામાં આવેલા આઇકોનિક સીન જોયા છે, અને હવે 'ભીગી સાડી' સાથે એ વારસાનો ભાગ બનવું મારા માટે સપના સાકાર થવા જેવું છે. આ ગીતની શૂટિંગ દરમિયાન વરસાદમાં ડાન્સ કરવો અને દરેક બીટ અને ભાવનાને અનુભવો, એ મારા માટે અત્યંત ખુશીનો પળ હતો.”

    અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગીત વિશે કહ્યું, “'ભીગી સાડી'માં ભરપૂર એનર્જી, રોમાન્સ અને તે ક્લાસિક મોન્સૂન વાઇબ છે, જે આપણે સૌને ગમે છે. જાહ્નવી સાથે આ ગીતના શૂટિંગમાં ઘણી મજા આવી અને અમે ઈચ્છીએ છીએ કે દર્શકો પણ એ સ્પાર્કનો અનુભવ કરે. શ્રેયા અને અદનાનની અવાજે તેને વધુ ખાસ બનાવી દીધું છે.” ગાયક અદનાન સામીએ કહ્યું, “આ એક સુંદર ગીત છે જેમાં જૂની યાદો અને નવા અંદાજ બન્નેનો મળે છે. સચિન-જીગરની જોડી એ કમાલની કમ્પોઝીશન કરી છે. જેમ જ મેં તેની ધૂન સાંભળી, એમ જ હું તેના જાદુમાં ખોવાઈ ગયો. શ્રેયા ઘોષાલની મધુર અવાજે આ ગીતની સુંદરતાને વધુ નીખારી છે. આ ગીત મેલોડી, મૂડ અને મૂવમેન્ટનું શાનદાર સંગમ છે, જે જૂના અને નવા બન્નેને જોડે છે. ગીતનો વીડિયો વરસાદની સુંદરતા સાથે તેની લાગણીઓને સુંદર રીતે દર્શાવે છે.”

    શ્રેયા ઘોષાલે પણ કહ્યું, “બોલિવૂડનો રોમાન્સ વરસાદ વિના અધુરો છે। 'ભીગી સાડી' એ રોમાન્સની લાગણીને સુંદર રીતે રજૂ કરે છે. અદનાન સાથે ગાવું મારા માટે ખાસ અનુભવ હતો, અને મને વિશ્વાસ છે કે આ ગીત લોકોના દિલમાં લાંબા સમય સુધી રહેશે.” ફિલ્મ 'પરમ સુંદરી'નું દિગ્દર્શન તુષાર જલોટાએ કર્યું છે અને તેને દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સે નિર્માણ કર્યું છે. આ ફિલ્મ 29 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply