ભારત કાન્સ નેક્સ્ટમાં “કન્ટ્રી ઓફ ઓનર”,અંતર્ગત નવા સ્ટાર્ટઅપને ઓડિયો-વિઝ્યુઅલ ઉદ્યોગમાં ભાગીદારીની તક
Live TV
-
દર વર્ષે યોજાતા ફિલ્મ ફેસ્ટિવલમાં દેશ વિદેશના કલાકારો, ફિલ્મ નિર્માતા, ફિલ્મ ઉત્પાદન કરતા જેવા વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર લોકો એકજ સ્થળ પર ભેગા થઇને મોટા ઉત્સવ જેવો માહોલ સર્જાય છે. 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ઇવેન્ટ ભારતીય દર્શકો માટે એક ભવ્ય આયોજન હશે, કારણ કે 17 મેના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશભરની સીનેમાજગતની હસ્તીઓ ભારતીય પ્રતિનિધિમંડળના હિસ્સા તરીકે રેડ કાર્પેટ પર ચાલશે. જેમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર કાન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
તેમની સાથે એ.આર. રહેમાન, શેખર કપૂર, અક્ષયકુમાર, રિકી કેજ વગેરે રેડ કાર્પેટ પર ચાલનારી હસ્તીઓમાં સામેલ થશે. આ ફેસ્ટિવલના સંસ્કરણમાં કાન્સ ફિલ્મ બજારમાં ભારતને અધિકૃત રૂપે ‘કન્ટ્રી ઓફ ઓનર’નો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ અગાઉ એવી જાહેરાત કરી હતી કે ભારત કાન્સ નેક્સ્ટમાં “કન્ટ્રી ઓફ ઓનર” પણ છે, જે અંતર્ગત 5 નવા સ્ટાર્ટઅપને ઓડિયો – વિઝ્યુઅલ ઉદ્યોગમાં ભાગીદારી કરવાની તક આપવામાં આવશે.
દીપિકા પાદુકોણ કે જેણે તાજેતરમાં 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જ્યુરીમાં એકમાત્ર ભારતીય તરીકે હેડલાઈન્સ બનાવી હતી. તે ગઈકાલે રાત્રે મુંબઈથી ફ્રેન્ચ રિવેરા તરફ જવા નીકળી હતી. વિશ્વ વિખ્યાત અભિનેતા, નિર્માતા અને પરોપકારી, દીપિકા એકદમ અદભૂત દેખાતી હતી કારણ કે, તેણી કેન્સ જવા રવાના થઈ હતી જ્યાં તેણી તેણીની જ્યુરી ફરજો શરૂ કરશે.
