Skip to main content
Settings Settings for Dark

મેક્સિકોની ફાતિમા બૉશ બની મિસ યૂનિવર્સ 2025

Live TV

X
  • મિસ યુનિવર્સનો ખિતાબ જીતવો એ દરેકનું સપનું હોય છે અને આ વખતે વર્ષ 2025માં 130 દેશોની સ્પર્ધકોને પાછળ છોડીને મેક્સિકોની ફાતિમા બૉશના શિરે મિસ યુનિવર્સનો તાજ સજ્યો છે. વિવાદોમાં રહેવા છતાં 25 વર્ષની ફાતિમા બૉશને આ ખિતાબ મળ્યો. તેમને મિસ થાઈલેન્ડના નિર્દેશક નવત ઇત્સારાગ્રિસિલ દ્વારા શોની વચ્ચે આકરો ઠપકો આપવામાં આવ્યો હતો અને શોના બાકીના સ્પર્ધકોએ પણ વિરોધ કર્યો હતો, પરંતુ વિરોધની વચ્ચે પણ ફાતિમા બૉશે ઇતિહાસ રચ્યો.

    મિસ યુનિવર્સનો ખિતાબ જીતવો એ દરેકનું સપનું હોય છે અને આ વખતે વર્ષ 2025માં 130 દેશોની સ્પર્ધકોને પાછળ છોડીને મેક્સિકોની ફાતિમા બૉશના શિરે મિસ યુનિવર્સનો તાજ સજ્યો છે. વિવાદોમાં રહેવા છતાં 25 વર્ષની ફાતિમા બૉશને આ ખિતાબ મળ્યો. તેમને મિસ થાઈલેન્ડના નિર્દેશક નવત ઇત્સારાગ્રિસિલ દ્વારા શોની વચ્ચે આકરો ઠપકો આપવામાં આવ્યો હતો અને શોના બાકીના સ્પર્ધકોએ પણ વિરોધ કર્યો હતો, પરંતુ વિરોધની વચ્ચે પણ ફાતિમા બૉશે ઇતિહાસ રચ્યો.

    74મી મિસ યુનિવર્સ સ્પર્ધાના ફાઇનલમાં તમામ દેશોની અલગ-અલગ બ્યૂટી ક્વીન્સે ગાઉન પહેરીને સ્ટેજ પર પ્રવેશ કર્યો. સ્પર્ધામાં ફર્સ્ટ રનરઅપ થાઈલેન્ડની પ્રવીણર સિંહ, સેકન્ડ રનરઅપ મિસ વેનેઝુએલા અને થર્ડ રનરઅપ મિસ ફિલિપાઇન્સ રહી. ભારત તરફથી રાજસ્થાનની મનિકા વિશ્વકર્મા પણ સ્પર્ધાનો હિસ્સો હતી, પરંતુ તેઓ ટોપ 12માં પણ પોતાની જગ્યા બનાવી શકી નહીં. તેઓ સ્પર્ધાના 30મા રાઉન્ડ સુધી જ પહોંચી શકી. ટોપ 12માં ગ્વાડેલોપ, મેક્સિકો, પ્યુઅર્ટો રિકો, ચિલી, કોલંબિયા, ક્યુબા, કોટ ડી આઇવર, વેનેઝુએલા, ચીન, ફિલિપાઇન્સ, થાઈલેન્ડ અને માલ્ટાની સુંદરીઓએ પોતાનો દબદબો બનાવ્યો.

    મેક્સિકોની ફાતિમા બૉશ સ્પર્ધાની શરૂઆતથી જ વિવાદોમાં રહી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મિસ થાઈલેન્ડના નિર્દેશક નવત ઇત્સારાગ્રિસિલે તેમને ભરેલા મંચ પર આકરા સવાલો કર્યા હતા અને તેમની બુદ્ધિમત્તા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, ફાતિમા બૉશે આ વાતોનો વિરોધ કરતાં મંચ પરથી વૉકઆઉટ કર્યું હતું. મંચ પર હાજર બાકીની સ્પર્ધકોએ પણ ફાતિમા બૉશને ટેકો આપીને મંચ છોડી દીધો હતો. જોકે, શોના ફાઇનલમાં પોતાની સુંદરતા અને બુદ્ધિમત્તાથી શોમાં જીત હાંસલ કરી.

    આ વર્ષની સ્પર્ધામાં અલગ-અલગ ઇન્ટરેસ્ટિંગ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા, જેમાં ઇન્ટરવ્યૂ રાઉન્ડ, સ્વિમસૂટ સેગમેન્ટ રાઉન્ડ, અને ઇવનિંગ ગાઉન રાઉન્ડ સામેલ હતા. આ તમામ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યા પછી જ્યૂરીએ ટોપ ફાઇવ માટે થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, વેનેઝુએલા, મેક્સિકો અને કોટ ડી આઇવરની સુંદર સ્પર્ધકોને પસંદ કરી અને અંતે પોતાની ગ્રેસ અને બુદ્ધિમત્તાથી ફાતિમા બૉશે મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો.

    આ પહેલા મિસ યુનિવર્સ 2024નો ખિતાબ ડેનમાર્કનું પ્રતિનિધિત્વ કરી રહેલી વિક્ટોરિયા કેજર થેલવિગના શિરે સજ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply