સમુદ્ર કિનારે શાંતિની પળો માણતી તાપસી પન્નુએ આપી ફિટનેસની ખાસ ટિપ
Live TV
-
બોલિવૂડની દ્રઢ અને શાનદાર અભિનેત્રી તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર સમુદ્ર કિનારે મનની શાંતિ માણતી કેટલીક તસવીરો શેર કરી છે. વાઇબ્રન્ટ મસ્ટર્ડ-યલો (પીળા રંગના) કો-ઓર્ડ આઉટફિટમાં દરિયાકાંઠે શાંતિથી ફરતી તસવીરો શેર કરીને તાપસીએ કેપ્શનમાં લખ્યું: “તમારી સાથે ટૂંક સમયમાં શેર કરવા માટે કેટલાક વિચારો એકઠા કરી રહી છું.” 38 વર્ષીય તાપસી પન્નુ, જેણે ડેનિશ બેડમિન્ટન ખેલાડી અને ઓલિમ્પિક મેડલિસ્ટ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા છે, તેણે આ પોસ્ટમાં પોતાના જીવન અને ફિટનેસ વિશે કેટલીક રસપ્રદ વાતો પણ શેર કરી છે.
બોલિવૂડની દ્રઢ અને શાનદાર અભિનેત્રી તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર સમુદ્ર કિનારે મનની શાંતિ માણતી કેટલીક તસવીરો શેર કરી છે. વાઇબ્રન્ટ મસ્ટર્ડ-યલો (પીળા રંગના) કો-ઓર્ડ આઉટફિટમાં દરિયાકાંઠે શાંતિથી ફરતી તસવીરો શેર કરીને તાપસીએ કેપ્શનમાં લખ્યું: “તમારી સાથે ટૂંક સમયમાં શેર કરવા માટે કેટલાક વિચારો એકઠા કરી રહી છું.”
૩૮ વર્ષીય તાપસી પન્નુ, જેણે ડેનિશ બેડમિન્ટન ખેલાડી અને ઓલિમ્પિક મેડલિસ્ટ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા છે, તેણે આ પોસ્ટમાં પોતાના જીવન અને ફિટનેસ વિશે કેટલીક રસપ્રદ વાતો પણ શેર કરી છે.
‘સ્માર્ટવોચ’ રાખતા લોકો માટે તાપસીની ખાસ ફિટનેસ ટિપ
તાપસીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર જણાવ્યું કે, લોકો અવારનવાર એવું માની લે છે કે લાંબુ દોડવું કે વજન ઉઠાવવું એ જ સાચી ફિટનેસ છે. પરંતુ, વાસ્તવિકતા અલગ છે. સ્માર્ટવોચ પહેરતા લોકો માટે તેણે એક ખાસ ફોર્મ્યુલા શેર કરી:
"તમે ખરેખર કેટલા હેલ્ધી છો તે જાણવા માટે, એ જુઓ કે ભારે વર્કઆઉટ પછી તમારો હાર્ટ રેટ (હૃદયના ધબકારા) કેટલી ઝડપથી નોર્મલ થાય છે અને તમારું શરીર કેટલી ઝડપથી રિકવર થાય છે. જેનું શરીર જેટલું વહેલું રિકવર થાય, તેટલું તે વધુ સ્વસ્થ ગણાય."
તેણે ઉમેર્યું કે, "શરૂઆતમાં સ્કૂલ-કોલેજના દિવસોમાં વજન વધી જતાં મેં વેઇટ લોસ માટે વર્કઆઉટ શરૂ કર્યું હતું. પરંતુ હવે, હું માત્ર હેલ્ધી રહેવા માટે જ વર્કઆઉટ કરું છું, કારણ કે મારે કોઈ ગ્લેમરસ રોલ માટે બોડી શો-ઓફ કરવાની જરૂર નથી હોતી."
ફિલ્મ ‘ગાંધારી’માં જોવા મળશે ‘ફિયર્સ મોમ’નો અવતાર
તાપસી પન્નુ તાજેતરમાં જ અનુભવ સિંહાના નિર્દેશનમાં બનેલી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘અસ્સી’ (Assi) માં જોવા મળી હતી, જેમાં તેણે શાનદાર અભિનય કર્યો છે. હવે તે નેટફ્લિક્સ (Netflix) ની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ ‘ગાંધારી’ માં મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં તે પોતાના બાળક માટે લડતી એક મજબૂત માતા (Fierce Mom) ના રોલમાં હાઈ-પાવર એક્શન કરતી જોવા મળશે. લેખિકા કનિકા ધિલ્લોન સાથે તાપસીની આ છઠ્ઠી ફિલ્મ છે. આ પહેલા બંને ‘મનમર્ઝિયાં’, ‘હસીન દિલરૂબા’ અને ‘ફિર આયી હસીન દિલરૂબા’ જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે.
